Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ટ્રેઇલરના માલ પેટે આપેલ સાડા ચાર લાખના ચેક પરત ફરતા લોધીકા કોર્ટમાં દાવો દાખલ

રાજકોટ તા.૧૬: ટ્રેઇલરના માલ પેટે અપાયેલ સાડાચાર લાખના ચેક પાછા ફરતા લોધીકા કોર્ટમાં દાવો દાખલ થયો છે.

આ કેેસની વિગત મુજબ મનોજભાઇ પરબતભાઇ પાંભર મેટોડા જી.આઇ.ડી.સી., ખાતે 'ભવ્ય સ્ટીલ કોર્પોરેશન' ના નામથી ભાગીદાર દરજજે ભાગીદાર પેઢી ચલાવે છે. જેમાં તેઓ અલગ અલગ પ્રકારનું લોખંડ તથા સ્ટીલનું વેચાણ કરે છે.

આ કામના પ્રતિવાદીએ 'મે. ન્યુનવરંગ ટ્રેઇલર'ના ભાગીદારો શ્રી અશોકભાઇ શામજીભાઇ સાકરીયા તથા કાનાભાઇ જીવાભાઇ ગામ-થોરડી, તા. કોટડા સાંગાણી, જિ. રાજકોટ. ખાતે ટ્રેકટરની ટ્રોલી બનાવવાનો ધંધો કરે છે. તેથી કામના પ્રતિવાદીઓએ આશરે દોઢ વર્ષ પહેલા 'ભવ્ય સ્ટીલ કોર્પોરેશન' માંથી ટેક્ષ ઇન્વોઇસ બિલ નં. જીટી /૯૦ થી જુલાઇ -૨૦૧૭માં રૂ. ૪,૪૯,૦૦૫/- અંકે રૂપિયા ચાર લાખ ઓગણ પચાર હજાર પાંચ પુરા નો અલગ અલગ પ્રકારનો લોખંડનો માલ ખરીદ કરેલ.

ત્યારબાદ આ કામના પ્રતિવાદીઓએ ઉપરોકત માલની રકમ પેકીની રકમ ચુકવવા માટે 'મે ન્યુનવરંગ ટ્રેઇલર' ના ખાતાના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા' લોધીકા બ્રાંચ, જિ. રાજકોટના રૂ. ર,૫૦,૦૦૦/- ના બે ચેક આપેલા. જે બંન્ને ચેક આ કામના વાદીઓએ એમની પેઢીના ખાતા વાળી એચડીએફસી બેંક, મેટોડા જીઆઇડીસી બ્રાંચ, તા. લોધીકા, જિ. રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું બંન્ને ચેક 'એકાઉન્ટ કલોઝડ' ના શેરા સાથે પરત ફરેલ.

આ આ કામના પ્રતિવાદીઓએ ઉપરોકત બિલની રકમ સમયસર ન ચુકવતા ઉપરોકત બિલ મુજબની રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આ કામના પ્રતિવાદીઓએ કોઇ જવાબ આપેલો નહી. તેથી આ કામના વાદીએ તેમના વકીલ અતુલ સી. ફળદુ મારફત વાદીની લેણી રકમ રૂ. ૪,૪૯,૦૦૫/- અંકે રૂપિયા ચાર લાખ ઓગણ પચાર હજાર પાંચ પુરા તથા બિલની તારીખથી દાવાનો નિર્ણય આવે ત્યાં સુધીનું વ્યાજ તથા દાવાનો ખર્ચ સહિતની રકમ વસુલ મેળવવા સિવિલ પ્રોસીજર કોડ-૧૯૦૮ના ઓર્ડર-૩૭, રૂલ-૧,૨ હેઠળ દાવો દાખલ કરતા લોધીકાના પ્રિન્સીપાલ સિવિલ જજશ્રીએ પ્રતિવાદીઓ 'મે.ન્યુ નવરંગ ટ્રેઇલર'ના ભાગીદારો અશોકભાઇ શામજીભાઇ સાકરીયા તથા કાનાભાઇ જીવાભાઇ ને દિવસ ૧૦માં હાજર થઇ બચાવ અંગેનો જવાબ રજુ કરતી નોટીસ ઇસ્યુ કરેલ છે.(૧.૧૦)

(2:38 pm IST)