Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રૈયા રીંગ રોડ કર્મચારી સોસાયટીમાં નિવૃત શિક્ષીકાના ગળામાંથી બાઇક સ્વાર યુવક-યુવતિએ ચેઇન ખેંચ્યો

ડાયાબીટીસ ચેક કરાવવા નીકળ્યા ત્યારે '૧૨ નંબરની શેરી કયાં આવે?' તેમ પુછી ચિલઝડપઃ ૪૫ હજારનો ચેઇન ગયો

રાજકોટ તા. ૧૬: લાંબા સમય પછી ચિલઝડપકારો ફરી મેદાને આવ્યા છે. બાઇક પર નીકળેલા યુવક-યુવતિને રૈયા રીંગ રોડ કર્મચારી સોસાયટીમાં પગપાળા જઇ રહેલા નિવૃત શિક્ષીકાને '૧૨ નંબરની શેરી કઇ બાજુ આવે?' તેમ પુછી બાદમાં બાઇક પાછળ બેઠેલી યુવતિએ ગળા પર ઝોંટ મારી રૂ. ૪૫ હજારનો ચેઇન ખેંચી લીધો હતો.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ પીે.એ. ગોહલે ૧૫૦ રીંગ રોડ કર્મચારી સોસાયટી-૫માં 'મારીયા' ખાતે રહેતાં મરિયમબેન મેથ્યુસભાઇ મેકવાન (ઉ.૭૮) નામના નિવૃત શિક્ષીકા વૃધ્ધાની ફરિયાદ પરથી બાઇક પર આવેલા યુવક-યુવતિ સામે ગુનો નોંધ્યો છે.

મરીયમબેન ઘરેથી ચાલીને ડાયાબિટીસ ચેક કરાવવા જઇ રહ્યા હતાં ત્યારે યુવક-યુવતિ આવ્યા હતાં અને સરનામુ પુછવાના બહાને ચેઇનની ચિલઝડપ કરી ભાગી ગયા હતાં. પોલીસે આસપાસ કયાંય સીસીટીવી કેમેરા છે કે કેમ? તે અંગે તપાસ શરૂ કરી છે. (૧૪.૯)

(2:37 pm IST)