Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મહેશનગરમાં સિંધી યુવાન અને તેના પિતા પર મિત્રનો હુમલો

પિતા-પુત્ર સુતા'તા ત્યારે હિતેષ પાઇપથી તૂટી પડ્યો

રાજકોટ તા. ૧૬: સામા કાંઠે સંત કબીર રોડ પર મહેશનગર-૧માં રહેતાં અને કેટરર્સનું કામ કરતાં તુષાલ અતુલભાઇ (હોથચંદભાઇ) સાવરાણી (ઉ.૨૫) નામના સિંધી યુવાન પર તેના મિત્ર હિતષ્ેા મગનભાઇ જાદવ (કોળી)એ પાઇપથી હુમલો કરી માર મારતાં પિતા અતુલભાઇ (હોથચંદભાઇ) વિઠ્ઠલદાસ સાવરાણી (ઉ.૭૧) બચાવવા વચ્ચે પડતાં તેને પણ હિતેષે માર મારતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. તુષાલ કેટરર્સનું કામ કરે છે અને તેના પિતા છુટક મજૂરી કરે છે. તુષાલને મિત્ર હિતેષ સાથે મજાક-મજાકમાં માથાકુટ થઇ હોઇ ખાર રાખી હુમલો કરાયો હતો. પિતા-પુત્ર સાંજે ચારેક વાગ્યે ઘરમાં સુતા હતાં ત્યારે અચાનક હિતેષ આવ્યો હતો અને હુમલો કરી ભાગી ગયો હતો. (૧૪.૬)

(2:37 pm IST)