Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

પોપટપરા મિંયાણાવાસના મુસ્તાકને દેશી રાઇફલ સાથે પ્ર.નગર પોલીસે દબોચ્યો

હેડકોન્સ. મોહસીનખાનની બાતમીઃ હત્યાનો ભોગ બનેલા ભાઇની બંદૂક હોવાનું કથન

રાજકોટઃ એસઓજીએ પરમ દિવસે એક શખ્સને પિસ્તોલ-કાર્ટીસ સાથે પકડ્યા બાદ પ્ર.નગર પોલીસે પોપટપરા મિંયાણાવાસ-૧૫/૧૬માં રહેતાં મુસ્તાક અયુબભાઇ માલાણી (મિંયાણા) (ઉ.૨૬)ને રૂ. ૧૦ હજારની દેશી બનાવટની બંદૂક (રાઇફલ) સાથે પ્ર.નગર ડી. સ્ટાફના હેડકોન્સ. મોહસીનખાન મલેકની બાતમી પરથી તેના ઘરમાંથી પકડી લેવાયો છે. આ શખ્સ અગાઉ મારામારીના ગુનામાં પણ સંડોવાયો હતો. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ટંડેલની સુચના તથા પી.આઇ. બી. એમ. કાતરીયાની રાહબરી હેઠળ ટીમના પીએસઆઇ એમ. જે. રાઠોડ, હેડકોન્સ. મોહસીનખાન, દેવશીભાઇ રબારી, અશોકભાઇ કલાલ, અરવિંદભાઇ મકવાણા, મનજીભાઇ ડાંગર, પ્રદિપસિંહ ગોહિલ, જયેન્દ્રસિંહ પરમાર સહિતની ટીમે આ કામગીરી કરી હતી. પકડાયેલો શખ્સ મજૂરી કામ કરે છે. અગાઉ તેના કોૈટુંબીક ભાઇનું મર્ડર થઇ ગયું છે, આ બંદૂક તેની હોવાની અને પોતે સાચવતો હોવાનું મુસ્તાકે રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ થઇ રહી છે. (૧૪.૬)

 

 

 

(2:44 pm IST)