Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તારકોનું સન્માન કરાશે

રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજનઃ તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિધ્ધી સન્માન અને નારી રત્ન એવોર્ડ અપાશેઃ વિગતો મોકલવા આહવાન

રાજકોટ તા. ૧૬ :.. રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના (કાઠી) તેજસ્વી વિદ્યાર્થી ભાઇ-બહેનોને પુરસ્કૃત કરવા માટેના સંગીત સાથે સરસ્વતી સન્માન સમારોહ ર૦૧૮-૧૯ નું ભવ્ય આયોજન ચાલુ આ માસમાં સંસ્થાના પ્રમુખ ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ, ઉપપ્રમુખ જતીનભાઇ ભરાડ મહામંત્રી ધીરૂભાઇ મહેતા અને જ્ઞાતિના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતીમાં કરવામાં આવશે.

આ સમારોહમાં એલ. કે. જી. થી પી. એચ. ડી. કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. તેજસ્વી વિદ્યાર્થીઓએ ઉર્તીણ કરેલ પરીક્ષામાં ૭૦ કે તેથી વધુ ટકાવારી હોવી જરૂરી છે.

ઉપરાંત આ સમારોહ સાથે સંસ્થા દ્વારા શિક્ષણ, સર્વિસ, રમત-ગમત, વ્યાવસાયિકો વિકાસ, કલા સંસ્કૃતિ, સાહિત્ય, પત્રકારત્વ, રાજકીય, સહકારી પ્રવૃતિ, સેવાકીય, જ્ઞાતિ પ્રવૃતિમાં વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનાર વ્યકિતનું સન્માન તેમજ નારી રત્ન એવોર્ડ સમારોહ યોજાશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ, વ્યકિતઓએ તેમનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શૈક્ષણીક લાયકાત, મેળવેલ માકર્સ, ટકા, ગ્રેડ, શાળા-કોલેજનું નામ સાથેની અરજી અને તેની સાથે છેલ્લે પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની પ્રમાણીત નકલ સાથે તા. ૧૦ ફેબ્રુઆરી ર૦૧૯ સુધીમાં મોકલવાનું રહેશે.

આ માટેનાં નિયત અરજી પત્રક સંસ્થાના કાર્યાલય રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ (બ્રહ્મ સંગમ કાર્યાલય), 'સ્પેસ કોમ્પ્લેક્ષ' બીજો માળ, ર૧-રર ન્યુ જાગનાથ કોર્નર, મહાકાળી મંદિર રોડ, 'રોયલ કેસર' એપાર્ટમેન્ટ સામે, રાજકોટ (૦ર૮૧-ર૪૬૩ર૪૭) ખાતે મોકલવા કન્વીનર લલીતભાઇ ધાંધીયાની યાદીમાં જણાવાયું છે. (પ-રપ)

(2:35 pm IST)