Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ફી નિર્ધારણ કમીટીમાં 'ફી'ની વિગતો રજૂ ન કરનાર ર૭૩ સ્કુલો સામે થશે કાર્યવાહી

ર૭૩ ખાનગી શાળાઓએ FRC સમક્ષ દરખાસ્ત કે એફીડેવીટ નહી કરી હોય તેને નોટીસ ફટકારશે

રાજકોટ તા. ૧૬ :.. ગુજરાતમાં ખાનગી શાળાઓ માટે 'ફી' નિયમન કાયદો અમલી બનાવવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકારે રચેલી ફી નિર્ધારણ સમિતિ સમક્ષ દરખાસ્ત કે એફીડેવીટ ન કરનાર ગુજરાતની ર૭૩ શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ખાનગી શાળાઓ માટે ફી રેગ્યુલેશન મુદ્ે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડીયા સુધી સમય અપાયો છે. સુનાવણીમાં સરકારે સુપ્રીમ કોર્ટને રજૂઆત કરી છે કે ગુજરાતમાં ર૭૩ સ્કુલોએ  'ફી' અંગે દરખાસ્ત કે એફીડેવીટ કરી નથી. સુપ્રીમ કોર્ટે આવી શાળાઓ સામે કાર્યવાહી કરવા સરકારને જણાવ્યું છે. આવી શાળાઓને રાજય સરકાર નોટીસ પાઠવશે.દરમિયાન સૌરાષ્ટ્ર ખાનગી શાળા ફી નિર્ધારણ સમિતિના સુત્રોએ જણાવ્યું છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તમામ શાળાઓએ એફીડેવીટ દરખાસ્ત કરી દીધી છે. ર૭૩ શાળાઓમાં રાજકોટની કોઇ શાળાઓ સમાવેશ થતો નથી. (પ-રર)

(2:35 pm IST)