Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ખેલ મહાકુંભમાં યુનિક વિકલાંગ ટ્રસ્ટના દિવ્યાંગોનું સુંદર પ્રદર્શનઃ ૪૫ ગોલ્ડ મેડલ

૫૫ સિલ્વર, ૬૨ બ્રોન્જ : રાજયકક્ષાના એથ્લેટીકસમાં અને સ્વમીંગમાં ૫ મેડલ

રાજકોટ તા ૧૬ : યુનિક વિકલાંગ ચેરીટેબરલ ટ્રસ્ટ, રાજકોટ છેલ્લા ૧૧ વર્ષથી દિવ્યાંગોના રમતગમતમાં રહેલા કોૈશલ્યને ક્ષેત્રિય, રાજય, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તર પ ર લઇ જવાના કામ સાથે સંકળાયેલ છે.

તાજેતરમાં સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે રાજય સરકાર દ્વારા રાજકોટ જીલ્લાનો ખેલ મહાકુંભ યોજાયેલ હતો.જેમાં સંસ્થાના ૨૦૦ દીવ્યાંગોએ ભાગ લીધેલ હતો. દીવ્યાંગો ભાઇ-બહેનો તેમની વિકલાંગતાની  કેટેેગરી એ,બી,સી,ડી  અંતર્ગત તેમજ ઉંમરની કેટેગરી અનુસાર કોઇ પણ બે રમતમાં ભાગ લઇ શકયા હતા.

રમત ગમતની  પ્રતિભા  દર્શાવતા સંસ્થાના  દિવ્યાંગ ભાઇ-બહેનોએ ૪૫ ગોલ્ડ, પપ સિલ્વર અને ૬૨ બ્રોન્ઝ મેડલ મેળવેલ

રમતો અંતર્ગત ૧૦૦ મી. દોડમાં ૧૨ મેડલ, લાંબી કુદમાં ૬ મેડલ, ચક્રફેંકમાં ૫૫ મેડલ, ભાલા ફેંકમાં  ૩૮ મેડલ, ગોળા ફેંકમાં ૪૩ મેડલ અને  ૮ મેડલ ટ્રાયસિકલ રેસમાં મળેલ છે. વિકલાંગતાની કેટેગરી અનુસાર એે  કેટેગરીમાં ૨૮ મેડલ, બી કેટેગરીમાં ૫૩ મેડલ, સી કેટેગરીમાં ૩૭  મેડલ અને ડી  કેટેગરીમાં ૪૪  મેડલ મેળવેલ છે, ઉંમરની  કેટેગરી અનુસાર ૧૬ વર્ષથી નીચેમાં ૨૭ મેડલ,૧૬ થી ૩૫ વર્ષની કેટેેગરીમાં  ૮૬ મેડલ અને ૩૫ વર્ષથી ઉપરની કેટેગરીમાં ૪૯ મેડલ મેળવેલ છે. કુલ વિકલાંગ ભાઇઓઅ ે ૯૨ અને  વિકલાંગ બહેનોએ ૭૦ મેડલ મેળવેલ છે.

તદપરાંત રાજય કક્ષાની ખેલ મહાકુંભ પ્રતિયોગીના અંતર્ગત સંસ્થાના દિવ્યાંગો દ્વારા ૫ મેડલ મેળવવામાં આવ્યા હતા. જેમાં રામુભાઇ બાંભવાએ  સી  કેટેગરીમાં ૧૬ થી ૩૫ વર્ષમાં ભાલા ફેંકમાં ગોલ્ડ અને ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જયારે કુ. સોનલ વસોયાએ ડી  કેટેગરીમાં ૧૬ થી ૩૫ વર્ષમાં ચક્રફેંકમાં ગોલ્ડ અને ભાલાફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. શ્રીમતી જલ્પાબેન ચલ્લાએ ડી કેટેગરીમાં ૩૫ થી ઉંપરમાં સાયકલ રેસમાં સિલ્વર મેડલ મેળવેલ છે.

રાજયકક્ષાની ખેલ મહાકુંભમાં રાજયકક્ષાની  સ્વીમીંગ  પ્રતિયોગિતા  દીવ્યાંગો દ્વારા પ મેડલ મેળવવામાં આવ્યા હતા. જેમા ં જીગર ઠક્કરે ૫૦ મી અને ૧૦૦ મી  ફ્રી સ્ટાઇલ બંન્નેમાં ગોલ્ડ મેળવેલ તેમજ શ્રીમતી ઇન્દ્રેશબેન પલાણે ૫૦ ની અને ૧૦૦ મી. ફ્રી સ્ટાઇલ  બન્નેમાં ગોલ્ડ મેળવેલ હતો. જીલેશભાઇ ટોયટાએ ૧૦૦ મી. ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ મેળવેલું અત્ર  ેઉલ્લેખનીય છે કે  ૩ વર્ષમાં સંસ્થાના દીવ્યાંગો દ્વારા ૧ ઇન્ટરનેશનલ અને ૧૮ નેશનલ મેડલ મેળવેેલ છે તેમ સંસ્થાના પ્રમુખ શૈલેશભાઇ પંડયા (મો. ૯૨૭૭૮ ૦૭૭૭૮) ની યાદીમાં જણાવાયું છે. (૩.૬)

(2:35 pm IST)