Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

૨૬મીએ રાષ્ટ્ર ગોૈરવ યાત્રા

૨૦૦ ફૂટના રાષ્ટ્ર ધ્વજ સાથે ૨૦૦ બાઇક જોડાશે : તૈયારી અર્થે વિવિધ સંસ્થાઓ અને રાષ્ટ્રપ્રેમીઓની રાત્રે બેઠક

રાજકોટ તા ૧૬ :  આગામી ૨૬મી જાન્યુઆરીએ રાષ્ટ્ર ગોૈરવ  યાત્રાનું  આયોજન થયું છે. જેમાં ૨૦૦ ફૂટ ના રાષ્ટ્ર ધ્વજ જે ખામ્બે ઉંચકીને રાજકોટ ના મુખ્યમાર્ગો પર થી પસાર થશે.

દેશ જાગૃતિ અને રાષ્ટ્ર પ્રેમ ને વ્યકત કરતા ફલોટસ ની સાથે ૨૦૦ થી વધુ  બાઇક સાથેનીકળનારી યાત્રાની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે રાજકોટની તમામ જાહેર સામાજીક, ધાર્મિક, સેવાકીય સંસ્થાઓ સહીત રાષ્ટ્રપ્રેમી લોકોની બેઠક એક જાહેર બેઠક આજે બુધવારે રાત્રે ૯.૩૦ વાગ્યે કિશોરસિંહજી શાળા, સોની બજાર ચોક, દિવાનપરા સામે રાખેલ છે.

જેમાં યાત્રાને લઇને આકર્ષિત બનાવવા માટે ના વિષય પર ચર્ચા કરવામાં આવશે. આ યાત્રામાં દેશનો સૈન્યબલ પણ જોડાશે.

આ બેઠકમાં દરેક રાષ્ટ્રવાદી અને દેશ પ્રેમી જનતા ને ઉપસ્થિત રહેવા રાષ્ટ્ર ગોૈરવ યાત્રા સમિતીના ધ્રુવ કે  કુંડેલ મો. નં. ૯૮૯૮૦ ૪૨૪૩૫) ની યાદીમાં જણાવાયું છે. (૩.૯)

 

(2:34 pm IST)