Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સામાજીક ચેતના જાગૃતિ યાત્રાનો રવિવારે સોમનાથથી શુભારંભ

ઉમિયા માતાજી મંદિર સિદસર કડવા પાટીદાર સમાજ સામાજીક, શૈક્ષણિક, આર્થિક વિકાસ માટે કટીબદ્ધઃ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ૧૪૨ ગામોમાં ૫૦ દિવસ સુધી મા ઉમિયાનો રથ ફરશે : કડવા પાટીદાર સમાજના આગેવાનોઃ 'અકિલા'ના આંગણે

સંયુકત પરિવારની ભાવના ઉજાગર કરવા વડીલોનું સન્માન : સાંસ્કૃતિક કાર્યક્રમો : ગામેગામ બહેનો લાલ સાડી અને ભાઈઓ સફેદ વસ્ત્રોમાં રથયાત્રાનું સ્વાગત કરશે : રથયાત્રાને આવકારવા સમિતિઓ બની

રાજકોટ તા.: ૧૬ : કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર ઉમિયાધામ સિદસર સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના સામાજીક, શૈક્ષણિક, આઘ્યાત્મીક અને આર્થિક વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસર સૌરાષ્ટ્રભરના ઉમિયા પરિવારોના ઉત્થાન માટે કટીબઘ્ધ છે. જેના ભાગરૂપે જુનાગઢ તથા ગીર સોમનાથ જી૯લાના ૧૪ર ગામોમાં આગામી તા. ર૦ના રવિવારથી  પ૦ દિવસ સુધી સામાજીક ચેતના રથયાત્રા યોજાનાર છે. સોમનાથ મહાદેવના પટ્ટાંગણથી આ રથયાત્રા પ્રારંભ થઈ મા ઉમિયાના સાંનીઘ્યમાં ગાંઠીલા ખાતે સમાપન થશે.

વર્તમાન સમય અને આવનાર સમયના પ્રશ્નો, પડકારો અને તેના સુયોગ્ય ઉકેલ માટે જુનાગઢ અને ગીર સોમનાથ જી૯લાના કડવા પાટીદાર સમાજના આગેવાનોની  ચિંતન બેઠક શ્રી ઉમિયા માતાજી મંદિર ગાંઠીલા ખાતે તાજેતરમાં યોજાઈ હતી. આ બેઠકમાં ઉમિયા માતાજી મંદિર સિદસર તથા ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના ટ્રસ્ટીઓ, હોદેદારો, કારોબારી સભ્યો, ઉમિયા સંગઠન સમીતીના સભ્યો સહીત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. આ બેઠકમાં ઉમિયા પરિવારોમાં વર્તમાન સમયને અનુરૂપ નવા વિચારો, નવી ચેતના, નવી જાગૃતિ અર્થે સામાજીક, ચેતના, જાગૃતિ, સંગઠન યાત્રાનું આયોજન કરવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવેલ. જેના ભાગરૂપે ગીર સોમનાથ તથા જુનાગઢ જીલ્લાના વિસ્તારમાં એક સામાજીક ચેતના રથયાત્રાના પરીભ્રમણનો કાર્યક્રમ નકકી કરાયો છે.

ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ શ્રી જેરામભાઈ વાંસજાળીયા ટ્રસ્ટીઓ શ્રી બી.એચ.ધોડાસરા, જયંતીભાઈ કાલરીયા, શ્રી વલ્લભભાઈ વડાલીયા, શ્રી વલ્લભભાઈ ભલાણી, રમણીકભાઈ ભાલોડીયા, ભૂપતભાઈ ભાયાણી અને મંત્રી શ્રી જયેશભાઈ પટેલ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિ-રાજકોટના નાથાભાઈ કાલરીયા, તથા શ્રી જગદીશભાઈ કોટડીયાના જણાવ્યા મુજબ જુનાગઢ તથા સોમનાથ જીલ્લામાં યોજાનાર આ સામાજીક ચેતના રથયાત્રાના હેતુ તેમજ મુખ્ય ઉદેશ્યો કુળદેવી મા ઉમિયા પ્રત્યે શ્રઘ્ધા અને ભકિતભાવ, યુવાનોમાં સ્કીલ ડેવલપમેન્ટ માટે જાગૃતી લાવવી, સામાજીક ચેતના, સામાજીક એકતા અંગે જાગૃતિ તેમજ સંગઠન, આરોગ્ય વિષયક જાગૃતિ કાર્યકમો, ઉંઝા-સિદસર- ગાંઠીલા મંદિરની પ્રવૃતિઓથી લોકોને માહીતગાર કરવા, સિદસર મંદિર સંસ્થાના પ્રોજેકટની માહીતી આપવી, વ્યસન મૂકતી અભિયાન, આધુનીક ખેતી બાબતે જાણકારી, ઉમા અમૃતમ યોજના અંગે માહીતગાર કરી પાટીદાર સમાજમાં એકતા અને બંધુત્વની ભાવના ઉજાગર કરાશે. તેમજ રથયાત્રાના માઘ્યમથી પાટીદાર સમાજના પરંપરાગત સંસ્કારોને નવી પેઢીમાં જળવાય રહે તે માટેનો ઉમદા પ્રયત્ન થશે.

ઉમિયાધામ સિદસરના આગેવાનોએ મા ઉમિયાના દિવ્ય ચેતના રથ પરીભ્રમણના કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યુ છે કે આગામી તા. ર૦ જાન્યુઆરીના રોજ દેવાધિવદેવ મહાદેવના સાંનીઘ્યમાં સોમનાથ મંદિર પરીસર ખાતે થી આ રથયાત્રાનો પ્રારંભ થશે. સવારે ૭ વાગ્યે મંગળા આરતી અને ૮ વાગ્યે સોમનાથ મંદિર ખાતે ઘ્વજારોહણના કાર્યક્રમ બાદ સવારે ૯ વાગ્યે મા ઉમિયાના રથનું પ્રસ્થાન થશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ મણીભાઈ પટેલ, ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ, અને ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના પ્રમુખ વાલજીભાઈ ફળદુ, સહીતના સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, આગેવાનો, ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા સોમનાથ ખાતે હીરણ નદીના કાંઠે નિર્માણાધીન શ્રીમતી લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગુહ ખાતે સ્ટેજ કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે.

ઉમિયા માતાજી મંદિર સિદસરના આગેવાનો સર્વેશ્રી ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા ટ્રસ્ટીઓ બી.એચ.ધોડાસરા, જયંતીભાઈ કાલરીયા, વ૯લભભાઈ વડાલીયા, વલ્લભભાઈ ભલાણી, રમણીકભાઈ ભાલોડીયા, ભૂપતભાઈ ભાયાણી અને મંત્રી જયેશભાઈ પટેલ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિ-રાજકોટના નાથાભાઈ કાલરીયા, તથા જગદીશભાઈ કોટડીયાના જણાવ્યા મુજબ જુનાગઢ તથા ગીર સોમનાથ જી૯લાના ૧૪ર ગામોમાં પ૦ દિવસ સુધી પરીભ્રમણ કરનાર આ સામાજીક ચેતના રથયાત્રા અન્વયે દરેક ગામ માં ઉછામણી કરી વિવિધ યજમાનો નકકી કરાશે. જેમાં નંદી તિલક યજમાન, માતાજીને ચુંદડી-ફુલહારના યજમાન, રથના સારથી યજમાન, રથના છડીદાર યજમાન, સવારની આરતીના યજમાન, સાંજની આરતીના યજમાન નકકી કરાશે.

જે ગામે માતાજીના રથનું આગમન થનાર હોય તે ગામના યુવાનો મોટર સાયકલ યાત્રા સાથે વાજતે-ગાજતે ધુન કીર્તનના તાલે મા ઉમિયાના જય ધોષ સાથે આગળના ગામે માતાજીના રથને તેડવા જશે. અને ગામમાં રથયાત્રાના સ્વાગત વેળાએ કળશધારી બાળાઓ દ્રારા માતાજીનું સામૈયુ થશે. રથયાત્રાને આવકારવા માટે ગામેગામ બજારો, રસ્તાઓ, શેરીઓની સફાઈ થશે. રથ દર્શનના પોઈન્ટ પર રંગોળી-સાથીયા થશે. તેમજ પાટીદાર સમાજમાં ધેરધેર તોરણો બંધાય, વિવિધ ચોકમાં સુશોભન થાય તેમજ ગામમાં રથયાત્રાનું આગેવાનો, વડીલો, મહીલાઓ દ્રારા બહોળી સંખ્યમાં સ્વાગત થાય તેવા આયોજનો થયા છે. રથયાત્રાના સ્વાગતમાં બહેનો લાલ સાડીમાં તથા ભાઈઓ સફેદ વસ્ત્રોમાં સજજ થશે.

 આધુનીકતા તરફની દોડમાં સંયુકત કુટુંબની ભાવના તુટી રહી છે ત્યારે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા સંયુકત કુટુંબની ભાવનાને ઉજાગર કરવા રથયાત્રાના માઘ્યમથી એક પ્રયત્ન કર્યો છે. જે મુજબ પ૦ દિવસ સુધી ૧૪ર ગામોમાં પરીભ્રમણ કરનારી આ રથયાત્રા દરમ્યાન દરેક ગામમાં સૌથી મોટી ઉંમરના વયોવૃઘ્ધ વડીલ એક દાદાજી અને એક દાદીજીનું સન્માન થશે. તેમજ એક રસોડે જમતા ગામના સૌથી મોટા સંયુકત કુટુંબનું પણ અભિવાદન કરવાનો કાર્યક્રમ યોજાશે. 

રથયાત્રાને આવકારવા ગામેગામ સમિતિઓ બની

જુનાગઢના સંજયભાઈ કોરડીયા, મગનભાઈ લાડાણી તથા વેરાવળના ડો. સુરેશ માખાસણાએ જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજના યુવાનોએ પોત-પોતાના ગામમાં રથયાત્રાને સફળ બનાવવા માટે  ગ્રામ્ય રથ યાત્રા સમિતિ, ગ્રામ્ય મહિલા સમિતિ, ગ્રામ્ય વ્યસન મુકિત સમિતિ, ગ્રામ્ય સુશોભન સમિતિ, ગ્રામ્ય સમુહ ભોજન સમિતિ, ગ્રામ્ય મહેમાન વ્યવસ્થા સમિતિ, ગ્રામ્ય સ્વાગત સમિતિ, ગ્રામ્ય યુવા સમિતિ, ગ્રામ્ય અભિવાદન સમિતિ, ગ્રામ્ય સભા વ્યવસ્થા સમિતિ તથા દરેક ગામે રથ ઈન્ચાર્જ, રથ કન્વીનર સહીતની તૈયારીઓ કરી લીધી છે.

સામાજીક સંમેલનો

સોમનાથથી ગાંઠીલા સુધી ની મા ઉમિયાના દિવ્ય ચેતના રથ સાથેની આ યાત્રા દરમ્યાન બપોરે તેમજ રાત્રીના વિરામ સમયે વિવિધ ગામોમાં સાંસ્કૃતીક કાર્યક્રમો તથા સામાજીક સંમેલનો યોજાશે. સામાજીક સંમેલનના માઘ્યમથી ઉમિયા માતાજી મંદિર સિદસરના આગેવાનો તેમજ સ્થાનીક વિસ્તારના અગ્રણીઓ દ્રારા સમાજની વિવિધ સમસ્યાઓ સંગઠન અને મંદિર માઘ્યમથી થતી પ્રવૃતીઓ અંગેની ચર્ચાઓ અને ચિંતન થશે. તેમ ઉમિયા માતાજી મંદિર સિદસરની પ્રેસ મીડીયા સમીતીના કન્વીનર રજનીભાઈ ગોલની યાદીમાં જણાવાયુ છે.

તસ્વીરમાં ''અકિલા''ના મોભી શ્રિ કિરીટભાઈ ગણાત્રા સાથે જેરામભાઈ વાંસજાળીયા ટ્રસ્ટીઓ બી.એચ.ધોડાસરા, જયંતીભાઈ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા, વલ્લભભાઈ ભલાણી, રમણીકભાઈ ભાલોડીયા, ભૂપતભાઈ ભાયાણી અને મંત્રી જયેશભાઈ પટેલ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિ-રાજકોટના નાથાભાઈ કાલરીયા, તથા જગદીશભાઈ કોટડીયા નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

'સામાજીક ચેતના' રથયાત્રાનું પરીભ્રમણ

રાજકોટ તા. ૧૬  :  ઉમિયા માતાજી મંદિર સિદસર આયોજીત જુનાગઢ તથા ગીર સોમનાથ જી૯લાની સામાજીક ચેતના રથયાત્રાનો પ્રારંભ આગામી તા. ર૦ થી સોમનાથ મહાદેવના સાંનિઘ્યમાં થશે. અને સમાપન ૮ માર્ચના રોજ ગાંઠીલા ખાતે થશે. સમગ્ર રથયાત્રા ગીર સોમનાથ અને જુનાગઢ જી૯લાના ૧૪ર જેટલા ગામોમાં પ૦ દિવસો માં પરીભ્રમણ કરશે.

ઉમિયા માતાજી મંદિર સિદસર આયોજીત સામાજીક ચેતના જાગૃતિ રથ યાત્રાનો પ્રારંભ તા. ર૦ જાન્યુઆરીના રોજ સોમનાથ મંદિર ખાતેથી થશે. સોમનાથથી રવાના થઈ આ રથ યાત્રા વેરાવળ, સુત્રાપાડા કોડીનાર ઉના જશે. તા. ર૧ બકુલા ધણેજ, બાબરા, મોટી ધણેજ, ખોરાસા ગીર જશે, તા. રર જામવાળી શેરીયાખાણ ભંડુરી થઈ તા. ર૩ નવા ગળોદર, પાણીધ્રા, પીખોર જુથળ જશે. તા. ર૪ ગાંગેચા, અવાણીયા માળીયાહાટીના થઈ તા. રપ વાંદરવડ, દુધાળા ગીર, સરકડિયા, કડાયા ગીર થઈ તા. ર૬ ના રોજ માતરવાણીયા, તરશીંગડા બોડી, તા. ર૭ શેરગઢ, અજાબ, તા. ર૮ કણેરી, મેસવાણ,, તા. ર૯ ના રોજરંગપુર કાલવાણી થઈ તા. ૩૦ ગેલાણા, સીલોદર, બાવા સીમરોલી મોટી ધંસારી, બાવાની પીપળી થઈ તા. ૩૧ મોવાણા થઈ કેવદ્રા પહોંચશે. તા. ૧ ફેબ્રુઆરી ના રોજ સોંદરડા, કેશોદ થઈ તા. ર ના રોજ કેશોદ, તા.૩ તાલાલા થઈ તા. ૪ ના રોજ વિરપુર ગીર, ધાવા ગીર, પહોંચશે. તા. પ મોરૂકા ગીર, બામણાસા ગીર થઈ તા. ૬ ના રોજ જશાધાર લુંભા, આંબળાશ તા. ૭ ગલીયાવાડ, ધુસીયા ગીર, રમરેસી, તા. ૮ હરીપુર, ચિત્રોડગીર થઈ તા. ૯ ના રોજ અગતરાય, તા. ૧૦ કોઠડી, નાંદરખા, કોઠારીયા, મીતડી, તા.૧૧ નાનડિયા, ઈન્દ્રાણા, વડાળા થઈ તા. ૧ર સીતાણા, ભીતાણા, બાંટવા, તા. ૧૩ ભડુલા, થાપલા કોડવાવ થઈ તા. ૧૪ ના રોજ રફાળા, દડવા ભલગામ, પાજોદ, તા. ૧પ ના રોજ દેશીંગા, વડા, લીંબુડા, ઈન્દ્ર, તા. ૧૬ ગણા, શેરડી, ઉંટડી, બુરી થઈ  તા. ૧૭ ના રોજ ભાણાવદર પહોંચશે. તા. ૧૮ ઝીલાણા, વેળવા ઝીંઝરી, ખડીયા, તા. ૧૯ થાનિયાણા, ચુડવા, સરદારગઢ, તા. ર૦ ના રોજ સુ૯તાનાબાદ, રોણકી, સણોસરા થઈ તા. ર૧ ના રોજ સારંગપીપળી, કતકપરા, ગળવાવ, તા. રર બોડકા, નાવડા, ધંટીયા, બંટીયા, તા. ર૩ ના રોજ ડુંગરી, ઝાંપોદર, તા. ર૪ વંથલી થઈ તા. રપ ના રોજ કોયલી, નાંદરખી, ઉમટવાડા, વાડલા, તા. ર૬ લુવારસર, ધણફુલિયા, શાપુર, તા. ર૭ ટીનમસ, થાણાપીપળી, કણઝા, તા. ર૮ અરણિયાળા, બરવાળા, આલીધ્રા થઈ તા. ૧ માર્ચના રોજ વસપડા, ખડપીપળી, નવાગામ ઈવનગર, તા. ર માર્ચના રોજ ટીંબાવાડી મ્યુનીસીપલ કોર્પોરેશન વિસ્તાર થઈ તા. ૩ માર્ચના રોજ જુનાગઢ શહેર વિસ્તાર, તા. ૪ ખામધ્રોળ, જોષીપુરા, દોલતપરા, તા. પ માર્ચ પત્રાપસર, મજેવડી, ગોલાધર થઈ તા. ૬ ના રોજ ભેંસાણ, સરદારપુર, રફાળીયા, તોરણીયા, બિલખા, વિસાવદર, કાલસારી પહોંચશે. તા. ૭ ના રોજ પ્લાસવા બગડુ, મેંદરડા રાજાવડ, આંબલા થઈ તા. ૮ માર્ચે ગાંઠીલા મંદિર પહોંચશે. જયા મા ઉમિયાના જયધોષ સાથે રથ ની પૂજાવીધી સમાપન કરવામાં આવશે.

(2:34 pm IST)