Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

લોકસભાની ચૂંટણીનો ધમધમાટઃ રાજકોટ કલેકટરે ૩૯ મામલતદારોને ખાસ ફરજ સોંપી

૩૧ મે સુધી તમામને ચૂંટણી કામગીરી બજાવવા રાહુલ ગુપ્તાનો હુકમ

રાજકોટ તા. ૧૬ :.. આગામી લોકસભાની ચૂંટણીનો ધમધમાટ અત્રેની કલેકટર કચેરીમાં શરૂ થઇ ગયો છે. જેના ભાગરૂપે જીલ્લા કલેકટરશ્રીએ ૩૧ મામલતદારોને ખાસ ચૂંટણી ફરજ સોંપતા હુકમો કર્યા છે.

જેમાં ટંકારા, પડધરી, લોધીકા સહિતના તાલુકાઓમાં નાયબ મામલતદારો, શિરસ્તેદાર, વગેરેને ચૂંટણી ફરજ સોંપતાં હુકમો કર્યા છે.

જે અધિકારીઓને ૩૧ મે સુધી ચૂંટણી ફરજ સુપ્રત કરાઇ છે. તેઓની નામાવલી આ મુજબ છે. કે. જી. સખીયા, એચ. આર. સાંચલા, એ. એસ. દોશી, એચ. ડી. દુલેરા, એચ. ડી. રૈયાણી, આર. એસ. લાવડીયા, એમ. ડી. રાઠોડ, પી. એમ. ભેંસાણીયા, વી. વી. રાજયગુરૂ, વી. વી. વસાણી, એસ. એ. ખીમાણી, જે. એલ. રાજાવાઢા, જે. એમ. દેકાવાડીયા, આર. કે. વાછાણી, બી.જે. પંડયા, એમ. કે. રામાણી, ડી. વી. મોરડીયા,  સી. જી. પારખીયા, વી. એલ. ધાનાણી, આર. ડી. જાડેજા, એસ. આર. મણવર, પી. એચ. આચાર્ય, આર. જી. લુણાગરીયા, જી. ડી. નંદાણીયા, બી. પી. બોરખતરીયા, આર. બી. મઢા, એમ. ડી. ભાલોડી, એમ. એ. જાડેજા, એ. એમ. ટીલાળા, વી. પી. રાદડીયા, એસ. કે. ઉંધાડ, નો સમાવેશ થાય છે.(પ-

(12:50 pm IST)