Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અનેક પ્રશ્નો ન ઉકેલાતાં યુનિર્ફોમનો બહિષ્કારઃ સવિલ હોસ્પિટલમાં સાદા ડ્રેસ ઉપર સફેદ એપ્રન પહેરી નર્સિસ સ્ટાફે ફરજ બજાવી

રાજકોટઃ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોના નર્સિસને ગ્રેડ પે, નર્સિંગ એલાઉન્સ, યુનિફોર્મ અને વોશીંગ એલાઉન્સ જેવા ખાસ ભથ્થાઓ, જીએમઇઆરએસ સેકટરના નર્સિસને સાતમા પગાર પંચનો લાભ, સીપીએફ, નર્સિંગ સ્ટુડન્ટસનું સ્ટાઇપેન્ડ, નર્સ-દર્દી રેશીયો, નર્સિંગ શિક્ષણ સંસ્થાઓમાં નર્સિંગ શિક્ષકોની કાયમી નિમણુંક તેમજ નિયત પગાર, નર્સિસના નામભિધાન કેન્દ્ર, સરકારના ધોરણે અમલ, નર્સિસને ઉચ્ચ અભ્યાસ માટે ચાલુ ફરોજમાં પ્રતિનિયુકિતની જોગવાઇ, સ્પેશિયાલિટી તાલિમ મેળવેલ નર્સિસને ખાસ હોદ્દા  સહિતના અનેક વણઉકેલાયા પ્રશ્નો સામે અનેક રજૂઆતો કરવા છતાં ઉકેલ આવ્યો ન હોઇ આજથી તમામ નર્સિસ દ્વારા યુનિફોર્મનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. નર્સિસ સ્ટાફ દર્દીઓની સારવાર સાથે સમાજલક્ષી ફરજો ચાલુ રાખશે. આજથી યુનિફોર્મનો ત્યાગ કરી સાદા કપડા ઉપર એપ્રન પહેરી ફરજ બજાવશે. તેમ યુનાઇટેડ નર્સિસ ફોરમના પ્રેસિડેન્ટ આઇ. એ. કડીવાલા અને સેક્રેટરી ધવલ પટેલની યાદીમાં જણાવાયું છે. તે અંતર્ગત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિસ સ્ટાફ આજે યુનિફોર્મના ત્યાગ સાથે ફરજ પર હાજર થયો હતો તે જોઇ શકાય છે. (૧૪.૫)

(12:40 pm IST)