Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણી બાદ મ્યુ.કોર્પોરેશનનું બજેટઃ સમિક્ષા શરૂ

૨૦૧૮-૨૦૧૯નાં બજેટ કદ ધટાડી દેવાશેઃ ૨૦૧૯-૨૦૨૦નાં બજેટમાં મેગા પ્રોજેકટો નહિઃ પાણી ચાર્જ વધારવા વિચરાણા

રાજકોટ તા. ૧૯ : મ્યુ. કોર્પોરેશનના ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના બજેટનો ધમધમાટ શરૂ થઇ ગયો છે અને આ વર્ષ મીલ્કત વેરામાં કાર્પેટ એરીયા પધ્ધતિ મુજબ વેરા વસુલાત શરૂ કરવામાં આવી છે ત્યારે તેમા કોઇ ફેરફારની શકયતા નહિવત જોવા મળી રહી છે પરંતુ વોટર ચાર્જીસ એટલે કે પાણી વેરો ૧ાા ગણા જેટલો વધારવા,  આ બજેટમાં મેગા પ્રોજેકટ નહિ કરવા  તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે કોર્પોરેશનની વહીવટી પાંખમાં ચર્ચાતી વિગતો મુજબ મ્યુ.કોર્પોરેશનનાં અધિકારીઓ દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦૨૦નાં નાણાકીય વર્ષના બજેટની સમિક્ષા માટે મિટિંગનો દોર શરૂ થયો છે. જયારે ૨૦૧૮-૨૦૧૯નાં બજેટનાં વિવિધ પ્રોજેકટો, વેરા લક્ષ્યાંક સહિતની બાબતોની સમીક્ષ કરવામાં આવશે. આ વર્ષનાં કેટલાક પ્રોજેકટો હજુ કાગળ પર છે જેના કામો જ શરૂ થયા નથી ત્યારે ૨૦૧૮-૨૦૧૯ના બજેટનું કદ ઘટાડી દેવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અગાઉ અનેક બજેટમાં આવી જ ૨ીતભાત જોવા મળી હતી. બજેટમાં મોટા ઉ૫ાડે ક૨ોડો રૂિ૫યાની યોજનાઓ જાહે૨ ક૨ી દેવાય છે ૫૨ંતુ સાકા૨ ક૨વામાં શાસકોમાં દાનત કે ઈચ્છા શકિત જોવા મળતી નથી. અનેક યોજનાઓ સાકા૨ થઈ નથી. જેમાં નવું ઓડિટો૨ીયમ, ત્રણેય ઝોનમાં ૫ાર્ટી પ્લોટ, બે નવી હાઈસ્કૂલ, છાત્રો માટે િ૨ડીંગ રૂમ વિથ ૨ેફ૨ન્સ કોર્ન૨, બે નવા મહિલા એકિટવીટી સેન્ટ૨, મોન્યુમેન્ટલ ફલેગ, ખાસ મહિલાઓ માટેના યુિ૨નલ, મવડીમાં નવો સ્વીમિંગ ૫ુલ, ૫ૂતિમાઓ ૫૨ સ્૫ોટ લાઈટ, મુખ્ય ૪૮ ૨ાજમાર્ગોનો યુનિફોર્મ ૫ેટર્નથી વિકાસ, શહે૨ના એન્ટ્રી ૫ોઈન્ટનું બ્યુટીફિકેશન, વોકળા ઉ૫૨ એલીવેટેડ ૨ોડ, ૨ેસકોર્ષમાં ચિલ્ડ્રન ૫ાર્ક, શહે૨માં ૨ાત્રી બજા૨ વગે૨ે ૫ોજેકટ હજુ સાકા૨ થયા નથી.

હાલમાં શહેરમાં દરરોજ પાણી વિતરણ માટે કરોડોનાં ખર્ચે નર્મદા યોજનામાંથી વેચાતુ પાણી લેવું પડે છે. એટલુ જ નહી નવી ડી.આઇ. પાઇપ લાઇન, એકસપ્રેસ ફીડર લાઇન સહિતની યોજનાઓ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે. આમ, પાણી વિતરણ દિવસે - દિવસે મોંઘુ થતું હોઇ પાણી વિતરણના ખર્ચનું ભારણ ઘટાડવા તંત્રવાહકો હવે વર્ષે રૂ. ૮૪૦ને બદલે રૂ. ૧૧૦૦થી રૂ. ૧૨૦૦નો વોટરચાર્જ ફટકારવાનું વિચારી રહેલ છે. કેમકે છેલ્લા ૧૫ વર્ષથી પાણી વેરામાં વધારો થયો નથી.

નોંધનીય છે કે, આ વર્ષે વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોય મ્યુ.કોર્પોરેશનનું બજેટ જાહેર કરી શકાય તેમ નહિ હોવાથી ચૂંટણી યોજાઇ ગયા બાદ મ્યુ.કમિશ્નર દ્વારા સ્ટેન્ડિગ કમિટિને બજેટ સુપ્રત કરાશે. સંભવત તા.૩૦ જાન્યુઆરી આસપાસ બજેટ રજૂ કરવાની શકયતા દર્શાવાય રહી છે.

(3:18 pm IST)