Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ડોગ ફન પાર્ટીમાં તમારા પપ્પી-ડોગી લઇ આવોઃ ડાહ્યો-ડમરો-ઇન્ટીલીજન્સ થઇ જશે

ર૧ મીએ લક્કી ડોગ દ્વારા ડીઝમી લેન્ડ ખાતે ડોગી માટે જ ખાસ 'ફન પાર્ટી': રજીસ્ટ્રેશન કરાવી લેજો

રાજકોટઃ ડોગ ફન પાર્ટીના આયોજન અંગે અકિલા કાર્યાલય ખાતે વિગતો રજુ કરી રહેલા લક્કી ડોગ્સના વિમલ ગોહેલ,  આશીષ ધામેચા, કૌશીક માવદીયા, વિશાલ કટ્ટા વિ. આયોજકો દર્શાય છે. બાજુની તસ્વીરમાં ડોગ ફન પાર્ટીનું નિમંત્રણ કાર્ડ નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૬: માણસ અને શ્વાનો વચ્ચેનો સંબંધ મહાભારતનાં યુગથી જાણીતો અને માલીક પ્રત્યે શ્વાનની વફાદારી ચરમસીમા સુધી હોવાનું સૌ કોઇ અનુભવે છે. જે ઘરમાં ડોગને પાળવામાં આવે છે ત્યાં ડોગને કુટુંમ્બનો સભ્ય ગણવામાં આવે છે. રાજકોટમાં શ્વાનપ્રેમીઓ દ્વારા અવાર-નવાર ડોગ-શો યોજવામાં આવે છે. જેમાં શ્વાનોનો દેખાવ દોડ સ્પર્ધા જેવા આયોજનો થયા છે. પરંતુ હવે યોજાવા જઇ રહી છે માત્ર અને માત્ર ડોગ માટેની જ નોખી અનોખી ડીનર એન્ડ ડીજે ડાન્સ પાર્ટી જે 'ડોગ ફન પાર્ટી' તરીકે ઓળખાય છે અને સમગ્ર ભારતમાં આ પ્રકારની એવી પ્રથમ ડોગ પાર્ટી યોજાશે જેમાં પ્રત્યેક શ્વાન સાથે એક વ્યકિત તરીકેનો વર્તાવ કરી અને દરેક શ્વાનને અભુતપુર્વ આનંદ મળે તે માટેના પુરા પ્રત્યનો થશે.

આ નોખી અનોખી પાર્ટીનું આયોજન કરનાર સૌરાષ્ટ્રનાં પ્રસિધ્ધ લક્કી ડોગ્સના વિમલ ગોહેલ, આશીષ ધામેચા, કૌશીક માવદીયા, વિશાલ કટ્ટા, નિકંજ દવેની ટીમે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન વિગતો રજુ કરતા જણાવ્યું હતું કે આ આયોજનમાં ડોગ હેલ્થ સોલ્યુશન અને ડોગ બીહેવએર સોલ્યુસનની વિસ્તૃત માહીતી આ મુજબ છે.

ડોગ હેલ્થ સોલ્યુસન

ડોગ હેલ્થ સોલ્યુસનમાં શ્વાનને આપવામાં આવતા ઇન્જેકશનો શા માટે આપવામાં આવે છે અને તેના ફાયદા, શ્વાનને શા માટે કૃમિની દવા આપવામાં આવે છે. શ્વાનને ઋતુના ફેરફારના કારણે થતી તકલીફોનું નિવારણ અને કાળજી. કેટલા સમયના અંતરે શ્વાનનું ચેક અપ કરાવવું. શ્વાનને થતી જીવાતની અસર અને તેના રક્ષણના ઉપાયો. શ્વાનને લગતા ચામડીના અને ઇન્ફેકશનના રોગો વિષેની માહીતી ઉપરાંત શ્વાનને લગતા તમામ તબીબી પ્રશ્નોના નિરાકરણ.

આ બધી માહીતી રાજકોટના ખુબ જ સારા અને અનુભવી તબીબો દ્વારા પુરી પાડવામાં આવશે. ઉપરાંત આવેલ દરેક શ્વાનને એક પછી એક આખુ ચેકઅપ કરી એને જો કોઇ તકલીફ જણાય તો તેનું તમામ નિરાકરણ દર્શાવવામાં આવશે.

ડોગી બીહેવએર સોલ્યુન

શ્વાન રાખવા માટે બીજો અને સૌથી મોટો પ્રશન દરેકને એક જ હોઇ કે શ્વાન આપણે સાચવી શકશુ કે નહિ? શ્વાન આપણા ઘરમાં રહી શકશે કે નહિ? શ્વાન બધાને હેરાન કરશે તો? ઉપરાંત શ્વાન રાખ્યા પછી પણ લોકોને ઘણી બધી તકલીફો પડતી હોય છે જેના માલીકની પોતાની માહીતી ના અભાવને કારણે શ્વાન ઘરમાં રાખવો પસંદ નથી પડતો તથા રાખેલ શ્વાનથી પોતે બહુ હેરાન થાય છે આવુ માની બેસે છે ત્યારે આવી બધી તકલીફોના સચોટ જવાબ અને તેની માહીતી ઉપરાંત શ્વાન માલીકની આજ્ઞાનું પાલન કરે તે માટે આ આયોજન છે. જેમાં તમારો શ્વાન ઘરમાં ખુબ જ તોડફોડ કરે છે? તમારો શ્વાન ઘરમાં પેશાબ અને સંડાસ કરી લે છે? શ્વાન બધાની સાથે ગુસ્સાથી જ વર્તે છે. શ્વાન માલીકના આદરનું પાલન નથી કરતો. શ્વાન દરેક માણસને બટકા ભરી લે છે. શ્વાન વોકીંગ દરમિયાન આપણને ખેંચી જાય છે જે આપણા કંટ્રોલમાં નથી રહેતો. પાલતું શ્વાન પોતાના માલીક માટે કયાં સમયે સુવિચારે છે વગેરે બાબતોનું તજજ્ઞો માર્ગદર્શન આપશે.

આ બધા ફાયદાઓ માત્રને માત્ર નોંધણી કરેલ શ્વાન માટે જ રહેશે અને એ જ શ્વાનને બધા આયોજનનો લાભ મળશે. તો જલ્દીથી તમારા શ્વાનની નોંધણી કરાવી લેવા બધા શ્વાન માલીકોને નમ્ર વિનંતી નોંધણી માટે અને આયોજનને લગતી વધુ માહીતી માટે લક્કી ડોગ્સ-અમીન માર્ગ, ગંગા હોલ સામે રાજકોટ ૭૮૭૮૩ પપપપ૭.

લક્કી ડોગ્સ- જયનાથ હોસ્પીટલની બાજુમાં, ભકિતનગર સર્કલ પાસે રાજકોટ-૭૬૦૦૦૮૧૦પર. લક્કી ડોગ્સ ટ્રેનીંગ અને હોસ્ટેલ-રૈયા રોડ, રૈયા ગામ, રાજકોટ -૭૬૦૦૦ ૮૧૦પ૦, ૭૬૦૦૦ ૮૧૦પ૧. ડેનીસ કોફી બાર-ડીઝમી લેન્ડ, કાલાવડ રોડ રાજકોટ-૯૯ર૪ર ૧૪૬પ૭  વગેરેનો સંપર્ક કરી શકશે.

(4:27 pm IST)