Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સીટી ઇજનેરની બોગસ સહી કરનાર સામે પગલા લોઃ વિપક્ષી નેતા

જવાબદાર કોન્ટ્રાકટર, કર્મચારી સામે વિજીલન્સ તપાસ કરવા વશરામભાઇ સાગઠીયા દ્વારા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીને રજૂઆત

રાજકોટ, તા. ૧૬ : મ્યુનિ. કોર્પોરેશનમાં સીટી ઇજનેરની બોગસ સહી કરીને બીલ મંજુર કરવાનું કારસ્તાન છતું થયું જેમાં કોન્ટ્રાકટર અને જવાબદાર કર્મચારી સામે પગલા લેવા મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે વિપક્ષી નેતાએ મ્યુનિ. કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, મ્યુનિ. કોર્પોરેશનના વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૧૧ના ડ્રેનેજના ઝોનલ કામને ઝડપી કરવા માટે સીટી ઇજનેર ભાવેશ જોષીની બોગસ સહી કરનાર કોન્ટ્રાકટર અને જવાબદાર કર્મચારી સામે વિજીલન્સ તપાસ કરી પગલા લેવા રજૂઆત કરવામાં આવી છે.

(4:20 pm IST)