Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

શોરૂમમાંથી રીપેરીંગના પૈસા આપ્યા વગર ડમ્પર ઉઠાવી જનાર ચાર શખ્સો પકડાયા

મોરબીના બલભદ્રસિંહ ઝાલા, નાની વાવડીનો ગણેશ ઐયર, જુના સાડુલકાનો બીજલ ડાભી , પ્રવિણ ચૌહાણની ધરપકડ

રાજકોટ, તા. ૧૬ : તાલુકાના બેટી રામપરા ગામ પાસે આવેલ સીલેન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લીમીટેડ (ભારત બેન્જ શોરૂમ) નામના શોરૂમમાંથી રીપેરીંગના પૈસા ન ચૂકવી ડમ્પર ઉઠાવી જનાર મોરબીના ચાર શખ્સોને કુવાડવા રોડ પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ યાજ્ઞિક રોડ સુંદરમ્ લક્ષ્મણ જુલાવાળી શેરીમાં રહેતા અમોલભાઇ છોટાલાલ આણદપરા (ઉ.વ.૪પ) અમદાવાદ હાઇવે બેટી રામપરા ગામ પાસે સીલેન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લીમીટેડ નામના શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા. ૧૧ના રોજ સિકયુરીટી ગાર્ડ અંગતકુમાર શોરૂમના ગેઇટ પાસે હતાં ત્યારે મોરબીના બલભદ્રસિંહ જીવુભા ઝાલા તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો શોરૂમના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી સિકયુરીટી ગાર્ડને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જીજે૩-બીટી-૧૬૮૦ નંબરનું ડમ્પર જે વર્કશોપમાં રીપેરીંગ કામ માટે આવેલ હોય જેના પૈસાની ચૂકવણી નહી કરી વિશ્વાસઘાત કરી ચારેય શખ્સો પોતાનું ડમ્પર વર્કશોપમાંથી લઇ ભાગી ગયાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી. આ અંગે પી.એસ.આઇ. વી.પી. આહીર સહિતે મોરબી શિવશકિત મધુવન સોસાયટીમાં રહેતા બલભદ્રસ્િંહ જીવુભા ઝાલા નાની વાવડીના ગણેશ ગોપાલ કિશન ઐયર, જૂના સાડુલકાના બીજલ પરશોતમભાઇ ડાભી, હાઉસીંગ બોર્ડ સામાકાંઠે રહેતા પ્રવિણ બાબુભાઇ ચૌહાણની ધરપકડ કરી હતી.

(4:13 pm IST)