Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

પોલીસ હેડકવાર્ટર ખાતે જીલ્લા કલેકટર તથા પોલીસ કમિશ્નરે પણ પતંગો ચગાવ

ઉત્તરાયણના પર્વમાં લોકોનો ઉત્સાહ વધારવા ઉચ્ચ અધિકારીઓ પણ થયા સામેલ

રંગીલા રાજકોટનો પર્વ ઉજવણીનો માહોલ જ કાંઇક જુદો હોય છે. ઉત્સવપ્રેમી રાજકોટીયાનો સાથે ઉત્તરાયણના પર્વને ઉજવવામાં શહેરના ઉચ્ચ સનદી અધિકારીઓ પણ હરખભેર સામેલ થયા હતા. જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે તથા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલોતે પણ રાજકોટના પતંગપ્રેમીઓની સાથે પતંગો ચડાવી હતી. ત્યારની તસ્વીરોમાં શ્રી પાંડે તથા શ્રી ગહલોતે પરિવારજનો સહિત ઉત્તરાયણની ઉજવણી કરી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:09 pm IST)