Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

મોરબીમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો અમીત ધુળશીયા પકડાયો

મહેસાણાના બેના નામો ખુલ્યોઃ રેન્જની ટીમનો દરોડો

રાજકોટ તા. ૧પ : રાજકોટ રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી. આઇ. આર.એ. ડોડીયા તથા ટીમે મોરબીમાં એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડના મકાન નજીક રેઇડ કરી ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા અમીત પ્રવિણભાઇ ધુળશીયા રે. ઉમા ટાઉનશીપ મોરબીને ર૪ હજારના મુદામાલ સાથે ઝડપી લીધો હતો સટ્ટા પ્રકરણમાં ટીના પટેલ રે. મહેસણા તથા વિશાલ ઉર્ફે પ્રવિણ પટેલ રે મહેસાણાના નામો ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(3:53 pm IST)