Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પ્લાસ્ટીકમાં ૨૫ થી ૩૫ ટકાનો ભાવ વધારો?

છેલ્લા કેટલાય સમયથી કાચા માલની પૂરતી ડિલીવરી જ થતી નથી, કાળાબજાર થઈ રહ્યાની ભારે ચર્ચા, પ્લાસ્ટીકની વસ્તુઓમાં પણ ભાવવધારો

રાજકોટઃ પ્લાસ્ટીકની વસ્તુઓમાં ધીમા પગલે ભાવવધારો આવી રહ્યો છે. ઉપરથી રો- મટીરીયલની આવક ખૂબ જ ઓછી થઈ રહી હોય ૨૫ થી ૩૫ ટકાનો ભાવવધારો ઝીંકાયો હોવાનું જાણવા મળે છે.

ચર્ચાની વિગતો મુજબ પ્લાસ્ટીકના ઝબલા સહિતની વસ્તુઓ જેના પરથી બનતી હોય તેનું રો- મટીરીયલની સપ્લાય ખૂબ જ ઓછી થઈ રહી છે. ખાનગી કંપનીઓમાંથી જ માલની સપ્લાય પૂરી પાડવામાં આવતી નથી. જેના લીધે કાળા બજાર થઈ રહ્યા છે. પ્લાસ્ટીકના ઝબલાનો ૧ કિલોએ હાલ ૧૭૦ થી ૨૦૦ રૂા. ભાવ છે.

પીવીસી પાઈપમાં પણ ૬૦ થી ૭૦ ટકાનો ભાવવધારો થયાનું જાણવા મળે છે. ક્રૂડના ભાવો વધ્યા નથી. આમ છતાં પણ પ્લાસ્ટીકના રો- મટીરીયલ્સમાં કાળાબજાર થઈ રહ્યાનું જાણવા મળે છે.

(3:53 pm IST)