Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પોકસોના ગુનામાં સહ-આરોપીની જામીન અરજી મંજુર કરતી અદાલત

રાજકોટ તા. ૧પ : અરજદાર આરોપી હર્દિક દેવશીભાઇ શિયાળને સ્પેશિયલ પોકસો કોર્ટ રાજકોટ દ્વારા ગાંધીગ્રામ -ર (યુનિ.પોસ્ટ.ે) ના  અપહરણ અને દુષ્કર્મના ગુનામાં રેગ્યુલર જમીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદીએ પોતાની સગીરી વયની દિકરીને કોઇ ઇસમ અપહરણ કરી ભગાડી લઇ ગયા બાબતની વિગતવારની ફરીયાદ આપેલ હતી. જે ફરીયાદના અનુસંધાને ગાંધીગ્રામ-ર (યુનિ.પોસ્ટે.)માં આઇ.પી.સી.કલમ ૩૬૩, મુજબનો ગુનો દાખલ થયેલ હતો. ત્યારબાદ ભોગબનનાર મળી આવતા આઇ.પી.સી. કલમ ૩૭૬ તથા પોકસો એકટની કલમ ૪ અને ૧૭ મુજબનો ઉમેરો થયેલ હતો. ત્યારબાદ મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ હાલના અરજદાર આરોપી હાર્દિક દેવશીભાઇ શિયાળની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી અને આરોપી જેલ હવાલે થતા તેઓના એડવોકેટ મારફતે રાજકોટના સ્પેશ્યિલ પાકસો કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. જેમાં મુખ્યત્વે દલીલ કરવામાં આવેલ કે આ કામના મુખ્ય આરોપી નામદાર કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. અને હાલના અરજદારનો રોલ મુખ્ય આરોપી કરતા ઉતરતી કક્ષાનો છે જેથી પેરીટીના ગ્રાઉન્ડ પર રેગ્યુલર જામીન પર મુકત કરવા દલીલ કરેલ હતી જે દલીલને ધ્યાને લઇ સ્પેશિયલ પાકસો કોર્ટના ચાર્જના નામદાર પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજ સાહેબશ્રી યુ.ટી. દેસાઇ સાહેબે તારીખ ૯/૧ર/ર૦ર૦ ના રોજ અરજદાર હાર્દિક દેવશીભાઇ શિયાળને શરતોને આધિન રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં અરજદાર હાર્દિક દેવશીભાઇ શિયાળ વતી રાજકોટના એડવોકેટ જીતેન્દ્રસિંહ પરમાર, અમીતભાઇ જનાણી, ચિરાગભાઇ મેતા, ઇકબાલ થૈયમ રોકાયેલ હતા.

(3:46 pm IST)