Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અપહરણ, દુષ્કર્મ, પોકસો એકટના ગુન્હામાં આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર કરતી સેશન્સ કોર્ટ

રાજકોટ, તા. ૧પ : આ કામની ટૂંકમાં વિગત એવી છે કે,રાજકોટ શહેરના ભકિતનગર પોલિશ સ્ટેશન વિસ્તારમાં  રહેતા ભોગ બનનારની માતાએ તા.-૧૧/૦૮/૨૦૨૦ ના રોજ પોતાની સગીર વયની પુત્રી સવારે  ૧૧ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી એકલી નીકળી ગયેલ હતી તેવી માહિતી પોતાની  અન્ય પુત્રી દ્વારા જાણવા મળેલ, જે અંગે સમય જતાં ફરિયાદી માતાએ પોતાના સગા-વહાલા,  આડોશ-પાડોશ, સંબંધીઓને ત્યાં તપાસ કરતાં કયાય સગીર દીકરીની ભાળ મળેલ નહીં જેથી  તેઓને દીકરી બાબતે શંકા જતાં શકદાર ઈસમના નામથી ભકિતનગર પોલિશ સ્ટેશનમાં ગત તા.-  ૧૮/૦૮/૨૦૨૦ ના રોજ પોતાની સગીર વયની દીકરીને કોઈ શકદાર ઈસમ કે તપાસમાં ખૂલે તે  વ્યકિત દુષ્કર્મ કરવાના ઇરાદે લલચાવી, ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી  ભગાડી લઈ જઈ અપહરણ કરીને આઇ.પી.સી. કલમ - ૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો કર્યો છે તેવા  મતલબની ફરિયાદ નોંધાવેલ.

ફરિયાદ નોંધાયાના બે મહિના બાદ તા.૦૬/૧૦/૨૦૨૦ ના રોજ પેરોલ-ફર્લો સ્કોડ  સુરેન્દ્રનગરના પી.એસ.આઈ. શ્રી એસ.એમ.વરૂએ આ કામના આરોપી અને ભોગ બનનારને શોધીને  આરોપી પરેશ ઉર્ફે પિન્ટુ સ/ઓ. ભુપતભાઇ સંગ્રામભાઈ રાઠોડ ઉ.વ.-૨૧, ધંધો - મજુરી, ધર્મે -  હિન્દુ.રહે. હાલ - દૂધરેજ ગામ, યુનાના ભધ્ટા પાસે, ચંપાબેન કોળીના મકાનમાં, જી- સુરેન્દ્રનગર.મૂળ  રહે,- ચોટીલા, ભીમગઢ રોડ ઉપર આવેલ સરકારી વસાહતમાં, જી-સુરેન્દ્રનગર વાળાને CRPC કલમ- ૪૧(૧) આઇ મુજબ ગુંહાના કામે અટક કરેલ. ભોગ બનનાર અને આરોપીને રાજકોટ  લાવીને આ ગુન્હાના કામે ભોગ બનનારની પોલીશે પૂછપરછ કરીને નિવેદન લેતા આરોપીએ તેની  સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધેલ હોવાની હકીકત તપાસમાં ખુલતા પામતા આ કામે ભોગ  બનનારના નિવેદનના આધારે તપાસ કરનાર અધિકારીએ આ કામે. રાજકોટની સેશન્સ કોર્ટમા આઇપીસી કલમ ૩૭૬ તથા પોકસો એકટ કલમ- ૪,૬,૧ર મુજબની કલમનો ઉમેરો કરવાનો રીપોર્ટ  આપેળ હતો અને સાથે સાથે આરોપીની ગુંહાના કામે કાયદેસરની ધરપકડ કરીને રાજકોટની  સેશન્સ કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ હતો.    

 આરોપીએ રાજકોટના પોતાના જાણીતા એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા તથા રાહુલ બી.  મકવાણા મારફતે રેગ્યુલર જામીન ઉપર છૂટવા માટે રેગ્યુલર જામીન અરજી કરતાં જેમાં સરકાર  પક્ષે સખત વાંધાઓ લેવામાં આવેલ હતા અને જામીન અરજી રદ્દ કરવા વિનંતી કરેલ હતી, જે  અરજીના કામે આરોપી તરફે તેમના એકવોકેટ કલ્પેશ એલ. સાકરીયા દ્વારા કાયદા વિષયક  વિસ્તાર. પૂર્વકની દલીલો તથા વિવિધ હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના યુકાદાઓ ટાંકીને ધારદાર  દલીલ કરતાં નામદાર સ્પે.પોકસો કોર્ટે દલીલો માન્ય રાખીને આરોપીને રેગ્યુલર જામીન ઉપર    છોડવાનો હુકમ ફરમાવેલ છે.    આ.કામે આરોપી. પરક ઞ્ફૂ સિજ ગ્ખ્ખ્ ભુપતભાઇ સંગ્રામભાઈ રાઠોડ તરફે રાજકોટના    રોકાયેલ હતા.    આરોપીએ રાજકોટના પોતાના જાણીતા એડવોકેટ કલ્પેશ એલ. સાકરીયા તથા રાહુલ બી.  મકવાણા મારફતે રેગ્યુલર જામીન ઉપર છૂટવા માટે રેગ્યુલર જામીન અરજી કરતાં જેમાં સરકાર  પક્ષે સખત વાંધાઓ લેવામાં આવેલ હતા અને જામીન અરજી રદ્દ કરવા વિનંતી કરેલ હતી, જે  અરજીના કામે આરોપી તરફે તેમના એકવોકેટ કલ્પેશ એલ. સાકરીયા દ્વારા કાયદા વિષયક  વિસ્તાર. પૂર્વકની દલીલો તથા વિવિધ હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના યુકાદાઓ ટાંકીને ધારદાર  દલીલ કરતાં નામદાર સ્પે.પોકસો કોર્ટે દલીલો માન્ય રાખીને આરોપીને રેગ્યુલર જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે.    આ.કામે આરોપી. પરેશ ઉર્ફે પિન્ટુ સ/ઓ. ભુપતભાઇ સંગ્રામભાઈ રાઠોડ તરફે રાજકોટના  રોકાયેલ હતા.

(3:46 pm IST)