Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સીટી-બીઆરટીએસ બસના વિવિધ એજન્સીઓને બેદરકારી બદલ ૪.૧ર લાખનો દંડ

રાજકોટ : શહેરમાં રાજપંથ લી. સંચાલિત સીટી-બીઆરટીએસ બસમાં નવેમ્બર માસમાં પ.૧૮ લાખ મુસાફરોએ લાભ લીધો : બી.આર.ટી.એસ. બસ સેવામાં બસ ઓપરેટર માતેશ્વરી ટ્રાવેલ્સને કુલ રૂ.૩પ,૧૬૭ , બીઆરટીએસ બસ સેવામાં એકસ-મેન તથા સિકયુરીટી પૂરા પાડતી એજન્સી રાજ સિકયુરીટી સર્વિસને રૂ. ૩૦,પપ૪ તથા ચેકીંગ દરમિયાન કુલ ૪ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ રકમ રૂ.૪૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે :  સીટી બસ સેવામાં બસ ઓપરેટર મારૂતિ ટ્રાવેલ્સને કુલ રૂ. ૩,ર૪,ર૯૬ સીટી બસ સેવામાં ફેર કલેકશન કરતી એજન્સી ડી. જી. નાકરાણીને કુલ રૂ. ર૧,૦૦૦ તથા સીટી બસ સેવામાં સીકયુરીટી એજન્સી નેશનલ સીકયુરીટી સર્વિસને કામમાં ક્ષતી બદલ રૂ. ૬૦૦ ની પેનલ્ટી કરવામાં આવેલ છે. તથા સીટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતિ, અનિયમિતતા સબબ કુલ ૩ કંડકટરને કાયમી ધોરણે ફરજ મુકત કરેલ છે તથા ૧ર (બાર) કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

(3:45 pm IST)