Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રાજકોટ-ગોંડલ હાઇવે ઓવરબ્રીજ-સર્વિસ રોડ બાબતે ચેમ્બરની હાઇવે ઓથોરીટીને રજૂઆત

હાઇવે રાજકોટ પ્રોજેકટના ડાયરેકટર પંકજકુમારને મળતું ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ

રાજકોટ તા. ૧પ :.. શહેરની મધ્યમાં આવેલ ગોંડલ રોડ ચોકડીથી શાપર-વેરાવળ તરફ જતો નેશનલ હાઇવે- દિવસ - રાત સતત ધમધમતો હાઇવે છે. આ હાઇવે ઉપર અવર-જવર કરતા ઉદ્યોગકારો તથા લોકોને ગોંડલ રોડ ચોકડી, ક્રિષ્ના પાર્ક પાસે ઓવરબ્રીજની કામગીરી દરમ્યાન તથા બિસ્માર હાલતમાં થઇ ગયેલા રસ્તાઓથી પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી. પી. વૈષ્ણવ, માનદ મંત્રીશ્રી નૌતમભાઇ બારસીયા તથા કારોબારી સભ્યશ્રી અમૃતભાઇ ગઢીયાએ તા. ૧૪-૧ર-ર૦ર૦ ના રોજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા -રાજકોટના પ્રોજેકટ ડાયરેકટરશ્રી પંકજકુમાર રોયની રૂબરૂ મુલાકાત લઇ હાઇવેના તથા નવા ઓવરબ્રીજ અને રોડ - રસ્તાઓ રીપેરીંગ કરવા બાબતે મુદાસર રજૂઆતો કરેલ જેના પ્રત્યુતરમાં પ્રોજેકટ ડાયરેકટરશ્રી પંકજકુમારએ જણાવેલ કે (૧) હાલ ગોંડલ રોડ ચોકડી, ક્રિષ્ના પાર્ક પાસે ઓરબ્રીજનું રીટેન્ડરીંગ થઇ થયેલ છે.

કોન્ટ્રાકટર દ્વારા સ્ટ્રકચર ડીઝાઇન બનાવી રહેલ છે જે ફાઇનલ થતા જ ઓવર બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રથમ બન્ને સાઇડના આવવા-જવાના રસ્તાની રેમ્પ બનાવી ત્યારબાદ ઓવર-બ્રીજની કામગીરી શરૂ થશે તથા વહેલી તકે કામગીરી પુર્ણ કરવા પ્રયાસ કરવામાં આવશે. (ર) ક્રિષ્ના પાર્કથી આગળ કોઠારીયા ફાટક પાસે તથા કાંગશીયાળી તરફ જવાના રસ્તા પર ટ્રાફીકની સમસ્યા હોય રાજકોટ ચેમ્બર તરફથી બ્રીજ બનાવવાની માગણી કરવામાં આવી.

તેનો પ્રોજેટક ડાયરેકટરે સ્વિકાર કરી જણાવેલ કે ક્રિષ્નાપાર્ક ચોકડી ગોંડલ રોડથી જેતપુર સુધીના સીકસ લેન નેશનલ હાઇવે રોડ બનાવવાની પ્રક્રિયા અત્યારે હાઇવે ઓથોરીટીએ હાથ ધરેલ છે. તેમાં ગોંડલ રોડ ચોકડીથી જેતપુર સુધી સર્વે થઇ ગયેલું છે. તેમાં જયાં જરૂરીયાત છે તે મુજબના ઓવરબ્રીજ હાઇવેના નિયમ પ્રમાણે બનાવવાની પ્રક્રિયા અને સર્વે હાથ ધરવામાં આવેલ છે. જે ટૂંક સમયમાં પુર્ણ થઇ જશે. (૩) ગોંડલ રોડ ચોકડીથી શાપર સુધીનો નેશનલ હાઇવે તેમજ સવિસ રોડ, રીપેર કરવાના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. જેની છેલ્લી તા. રર-૧ર-ર૦ર૦ છે. ટેન્ડર ઓપન થયા પછી શકય તેટલી ઝડપથી રોડ રીપેરીંગની કામગીરી કરવામાં આવશે. (૪) ફાસ્ટટેગ તા. ૧-૧-ર૦ર૧ થી ફરજીયાત કરવામાં આવશે તેના માટે લોકોને ઓછી મુશ્કેલી પડે તે માટે ટોલ પ્લાઝા ઉપર વધારે સ્ટાફ રાખી ઝડપથી ટોલ પ્લાઝા પસાર કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. (પ) આજી નદી તથા ખોખડદડી નદી ઉપરના ઓવરબ્રીજ (૧પ૦ ફુટ રીંગ રોડ ઉપરના) પહોળા કરવાની કામગીરીનો સર્વે પણ કરવામાં આવેલ છે અને બન્ને બાજુના સર્વિસ રોડ પુર્ણ કરવાની કામગીરી કરવામાં આવશે વધુમાં ખોખડદડી નદીના ઓવરબ્રીજ નીચે એક અંડર પાસ બનાવવામાં આવે જેથી બન્ને બાજુ ઉદ્યોગકારો તથા લોકો સરળતાથી અવર-જવર કરી શકે તેવી રાજકોટ ચેમ્બર  ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત કરવામાં આવેલ. જેમાં પ્રોજેકટ ડાયરેકટરશ્રએ તમામ રજૂઆતોને ધ્યાને લઇ હકારાત્મક અભિગમ દર્શાવી તમામ કામગીરી વહેલી તકે પુર્ણ કરવા પ્રયાસ કરવામાં આવશે તેવી ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:45 pm IST)