Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

શનિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓનલાઇન સેનેટ સભા

ગત સેનેટમાં બાકી રહેલા પ્રશ્નો તેમજ કોંગ્રેસના બારોટ, કડછા, કોરાટ અને પ્રકાશે પ્રશ્નો પુછયા : કર્મચારી અને બંધારણ વિશે વધુ પ્રશ્નોનો મારો

રાજકોટ, તા. ૧પ :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ સભા તા. ૧૯ના શનિવારે ઓનલાઇન મળનાર છે. જેમાં ડીગ્રી એનાયત અને પ્રશ્નોનો પુછવામાં આવ્યા છે.

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસના સેનેટ સભયો નિદત બારોટ, લીલાભાઇ કડછા, પ્રિયવદન કોરાટ તૌસીફ પઠાણ સહિતના સભ્યોએ ૪પ પ્રશ્નો પુછયા છે જેમાં યુનિવર્સિટીના બંધારણ અને કર્મચારીઓ સંંબંધેના પ્રશ્નો મુખ્ય છે. સૌથી વધુ કોંગ્રૈસના પ્રવકતા નિદત બારોટે ર૦ થી વધુ પ્રશ્નો પુછયા છે.

સેનેટ સભામાં પુછવામાં આવેલા પ્રશ્નોમાં જવાબમાં યુનિવર્સિટીએ જણાવ્યું છે કે સ્થાયી કર્મચારીઓ ઉપર વર્ષ ૧ર.રપ લાખ અને કરાટ આધારીત કર્મચારીઓ ઉપર વર્ષ ૬.૮પ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. બહુચર્ચીત કોન્વેશનલ વિભાગના બાંધકામનો પ્રશ્ન નિદત બારોટે ઉઠાવીને વિવાદ ઉભો કર્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખેલકુદના ૧૧ મેદાન વિશેની માહિતી મેળવવા આવી છે. આ ઓનલાઇન સેનેટ સભા અંદાજે ચાર કલાકના પૂર્ણ થઇ જવાની શકયતા સુત્રોએ વ્યકત કરી છે.

(3:44 pm IST)