Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

૭પ૦ ગ્રામ વજન સાથે પ્રિમોચ્યોર બાળકનો જન્મઃ કલરવ હોસ્પિટલની સારવારથી નવજીવન

રાજકોટ તા. ૧પઃ બાબો ચેતનાબેન સંદિપભાઇ કાનાણી રહેવાસી શિક્ષક (તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ) નો જન્મ ર૬ અઠવાડીએ (૭ માસ) તા. ૩૦-૯-ર૦ર૦ ના પ્રિમોચ્યોર ડિલેવરી થયેલ. જન્મ સમયે બાળકનું વજન ૭પ૦ ગ્રામ હોય રાજકોટની 'કલરવ' બાળકોની હોસ્પિટલમાં ડો. પ્રિતેશ પંડયા ને ત્યાં દાખલ કરેલ.

બાળકની કોઇપણ જાતની ખોડ-ખાપણ, તકલીફ કાળજી લેવાઇ હતી. હાલ બાળકનું વજન ૧ કિલો ૯પ૦ ગ્રામ થયેલ છે. તેમજ સરકારશ્રીની બાળઇખા યોજનાનો લાભ પણ અપાવવામાં આવેલ છે. 'કલરવ' હોસ્પીટલનાં ડો. પ્રિમેશ પંડયા (મો. ૯૮રપ૭ ૮૪૩૯૯) ડો. દોઢિયા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો કાનાણી પરિવારે આભાર વ્યકત કરેલ.

(3:44 pm IST)