Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

મહાતપસ્વી પ. પૂ. આચાર્ય હેમવલ્લભ મ.સા. ૩૧પ૦ થી વધુ વખત ગિરનાર ડુંગર ચડ્યા

ચડતા ૮૦ મીનીટ અને ૪૦ મિનિટમાં ઉતરી જાય છે, માત્ર ર૬ વર્ષની વયે દીક્ષા ગ્રહણ કરી હતી : ર૪ વર્ષ થી આયંબીલ કરી રહ્યા છે.

રાજકોટ, તા. ૧પ : મોદી પરિવારના માર્ગદર્શક યુગપ્રધાન આચાર્ય સ્તંભ પ.પૂ.પંન્યાસ ચંદ્રશેખર મહારાજ સાહેબનાં શિષ્ય તપસ્વી રત્ન પરમ પૂજય આચાર્ય ધર્મરક્ષીતસૂરી મહારાજનાં શીષ્ય  પરમપૂજય આચાર્ય હેમવલ્લભસૂરી મહારાજ સાહેબ  જૂનાગઢમાં બિરાજમાન છે તેમના દર્શનનો અનેરો લાભ મળ્યો.  તેઓ ગીરનારતીર્થ સહસ્ત્રાવનનાં વિકાસમાં સક્રીય છે.  તેઓ મહાતપસ્વી છે.  પરમપૂજય આચાર્ય હેમવલ્લભ મહારાજ સાહેબે  અત્યાર સુધીમાં ૩૧પ૦ થી વધારે વખત ગિરનાર તીર્થ   શ્રી નેમિનાથ ટુંકનાં દર્શન વંદન કર્યા છે.  અજવાળુુ થતા ગીરનાર પહાડ ચડવાની શરૂઆત કરે છે.    જેમને ચડતા ૮૦ મીનીટ તથા ઉતરતા ૪૦ મીનીટ થાય છે. 

પરમપૂજય આચાર્ય હેમવલ્લભ મહારાજ સાહેબે ર૬ માં વર્ષે પ્રવજયા (દીક્ષા) ગ્રહણ કરી હતી. હાલ દીક્ષા ગ્રહણ કર્યા ૩૩ વર્ષ થયા.  તેઓને આજીવન આયંબીલનાં પચ્ચખાણ છે.  છેલ્લા અખંડ ર૪ વર્ષથી આયંબીલ કરી રહયા છે.  તેઓએ દીક્ષા જીવનનાં સાડી ૩ર વર્ષમાં પોણા ૩ર વર્ષ આયંબીલની આરાધાના કરી છે.  ૧પ૦૦ ઉપરાંત ઉપવાસ તથા રપ૦ એકાસણા કર્યા છે. 

પરમપૂજય આચાર્ય હેમવલ્લ્ભ મહારાજ સાહેબની ઉંમર પ૯ વર્ષના છે.  તેમનાં ચહેરા પર તપનું તેજ જગારા મારે છે.   હાલ તેઓ  જૈનાચાર્ય હિંમાશુસૂરિ પ્રેરિત ગેોરવશાળી ગીરનાર જૈન ધર્મશાળામાં ભવનાથ તળેટી પાસે, જુનાગઢ ફોન : ૦ર૮પ-ર૬પ૭૦૯૯/૧૯૯, મોબાઈલ ૯૪૦૯૬૮પ૯૯૯. માં બીરાજી રહયા છે.

(2:54 pm IST)