Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કાલાવડ રોડ પર યુવાનની હત્યાનો પ્રયાસ અને રાયોટના ગુનામાં ત્રણ શખ્સો પકડાયા

તાલુકા પોલીસે દિલીપ, પ્રતાપ અને કપીલ ઉર્ફે કરણ ઉર્ફે બલ્લે બલ્લેને ગોંડલ રોડ પરથી દબોચ્યા

રાજકોટ તા. ૧૫ : કાલાવડ રોડ પર આવેલી શ્રીજી હોટલ પાસે પચ્ચીસ દિવસ પહેલા યુવાન પર જીવલેણ હુમલો કરનાર ત્રણ શખ્સોને તાલુકા પોલીસે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ.ગેડમની સુચનાથી તાલુકા પોલીસ મથકમાં પી.આઇ. જે.વી.બોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.ડી.ડામોર, એ.એસ.આઇ. ભરતભાઇ વનાણી, એ.એસ.આઇ. આર.બી.જાડેજા, હેડ કોન્સ. પ્રવિણભાઇ વાસાણી, હેડ કોન્સ. ભાવેશભાઇ પરમાર, હરદેવસિંહ, વિજયગીરી, મોહસીનખાન, અમીનભાઇ, હસમુખભાઇ, અરજણભાઇ, મનીષભાઇ, હર્ષરાજસિંહ તથા ધર્મરાજસિંહ સહિતે પેટ્રોલીંગ દરમિયાન દિલીપ બાલુભાઇ સોસા (ઉ.૨૯) (રહે. મોટામવા રેમ્બો સીટી-૧ વિંગ-ડી ફલેટ નં. ૪૦૧ મૂળ નવાગામ કોડીનાર), પ્રતાપ સોમાભાઇ સોસા (ઉ.૩૯) (રહે. કટારીયા શો-રૂમ પાછળ રંગોલી પાર્ક પાસે કવાર્ટર કયુ બિલ્ડીંગ ફલેટ નં. ૫૦૪ મૂળ મીતીયાજ ગામ તા. કોડીનાર) અને કપીલ ઉર્ફે કરણ ઉર્ફે બલ્લે બલ્લે હરેશભાઇ સોસા (ઉ.૨૧) (રહે. આંબેડકરનગર ભીમનગર શેરી નં. ૪, કાલાવડ રોડ, મૂળ મીતીયાજ ગામ તા. કોડીનાર)ને ગોંડલ રોડ ક્રિષ્ના પાર્ક હોટલ સામેથી પકડી લીધા હતા. કાલાવડ રોડ શ્રીજી હોટલ સામે ગત તા. ૨૧-૧૧ના રોજ ચેતન હસમુખભાઇ રાઠોડ નામના યુવાનને ધોકા-પાઇપ વડે માર મારી માથાના ભાગે ગંભીર ઇજા કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે હુમલાખોરો સામે હત્યાની કોશિષ અને રાયોટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

(2:52 pm IST)