Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

હનીટ્રેપઃ ટોળકીની મીરા, રણજીત ઉર્ફ રાણો અને નવઘણની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ૧૫: ગોંડલના સેમળા ગામે રહેતાં ખેડૂત મગનભાઇ ધનાભાઇ રાંકને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૧૦ લાખ પડાવવાનો કારસો રચનાર ટોળકીમાં સામેલ મીરા રણજીત ગુજરાતી, રણજીત ઉર્ફ રાણો ભીખુ ચાવડા અને નવઘણ ઉર્ફ હસુ થોરીયાએ જામીન મેળવવા કરેલી અરજી ન્યાયાધીશશ્રી મિહીર અમલાણીએ નામંજુર કરી છે.

ટોળકીએ શ્રીમંત એવા ખેડૂતને ફસાવી પૈસા પડાવવા કારસો રચ્યો હતો. જેમાં મગનભાઇ રાંક તેની જાળમાં ફસાયા હતાં. પુર્વયોજીત કાવત્રુ રચી ફરિયાદીને વાડીએ બોલાવી દરોડાથી બાંધી પ્લાસ્ટકીના ધોકાથી માર મારી પોતે દસ લાખ માંગતા હોઇ તેવા લખાણ પર બળજબરીથી સ્ટેમ્પ પેપરમાં અંગુઠા લઇ લીધા હતાં. આ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો હતો.

એ પછી આજીડેમ પોલીસે રિમાન્ડની માંગણી કરતાં રણજીત ચનાભાઇ ગુજરાતી સહિત ત્રણના રિમાન્ડ માંગતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા હતાં. એ પછી મીરા, રણજીત ઉર્ફ રાણો અને નવઘણ ઉર્ફ હસુએ જામીન મેળવવા અરજી કરી હતી. સરકાર પક્ષેની તથા બચાવપક્ષેની દલિલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટએ હાલના સમયમાં આવા કિસ્સા વધતા જતાં હોઇ આરોપીઓ સામેના આક્ષેપો જાતાં જામીન મંજુર થઇ શકે તેમ ન લાગતાં જામીન અરજી નામંજુર કરી તમામને જેલહવાલે કરવા આદેશ કર્યો હતો.

(2:13 pm IST)