Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ખગ્રાસ સુર્યગ્રહણ : ર મિનિટ ૧૦ સેકન્ડમાં અંધારૂ છવાયુ

રાજકોટ : ગઇકાલે ખંડગ્રાસ અને ખગ્રાસ સુર્યગ્રહણ હતુ. વિશ્વના અમુક દેશ અને પ્રદેશમાં તેનો નજારો જોવા મળ્યો હતો. ભારત જન વિજ્ઞાન જાથાની યાદીમાં જણાવ્યા મુજબ જયાં તેના અવલોકનો કરવામાં આવ્યા તેમાં ખગ્રાસ  સુર્યગ્રહણથી ર મિનિટ ૧૦ સેકન્ડમાં અંધારૂ છવાઇ ગયુ હતુ. ભારતીય સમય મુજબ ગ્રહણનો પ્રારંભ સાંજે ૭ કલાક ૩ મિનિટે થયેલ અને રાત્રે ૧૨ કલાક ૨૨ મીનીટે મોક્ષ થયો હતો. ખગોળપ્રેમીઓએ જાથાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો હતો. જાથા દ્વારા રાજય કક્ષાએ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ઇન્ટરનેટના માધ્યમથી ગ્રહણની વિવિધ તસ્વીરો શેર કરી લોકોને તેના વિષે સાચી સમજણ આપવા પ્રયાસ થયો હતો. ગેરમાન્યતાઓનું ખંડન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં જાથાના અંકલેશ ગોહિલ, ખીમજીભાઇ બારોટ, બાબુભાઇ જાગાણી, ભોજાભાઇ ટોયટા, રાજુભાઇ યાદવ, હકુભા બસીયા, વિનોદ વામજા, ઉમેશ રાવ, અરવિંદ પટેલ, રૂચીર કારીયા, નિર્ભય જોશી, મગનભાઇ પટેલ, પ્રમોદ પંડયા, એસ.એમ. બાવા, હુસેન ખલીફા વગેરે સાથે જોડાયા હતા. લોકોએ વિજ્ઞાન જાથાના કાર્યાલય મો.૯૫૨૫૨ ૧૬૬૮૯ ઉપર પુછપરછ કરી જીજ્ઞાસા સંતોષી હતી.

(1:03 pm IST)