Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પાલિકા-પંચાયતોની ચૂંટણી ૧૪ થી ર૮ ફેબ્રુઆરી વચ્ચે

૬ કોર્પોરેશનો, ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ર૩૧ તાલુકા પંચાયતો માટે જાન્યુઆરી મધ્યે એલાન

રાજકોટ, તા. ૧૪  : ગુજરાતની રાજકોટ સહિત ૬ મ્યુ. કોર્પોરેશન, ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતનો અને ર૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા માટે રાજય ચંૂટણી પંચ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. બે તબક્કે ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં મતદાન થાય તેવા નિર્દેષ મળે છે. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીના અંત સુધીમાં ચૂંટણી યોજી લેવા આદેશ આપ્યો છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ તા. ૧પ જાન્યુઆરી આસપાસ ચુંટણી  કાર્યક્રમ જાહેર થશે અને તે જ દિવસથી આચારસંહિતા લાગુ પડી જશે. કાર્યક્રમ જાહેર થયા બાદ ૩૦ થી ૪૦ દિવસમાં મતદાન કરાવવાની પરંપરા છે. અત્યારના સંજોગોમાં કોઇ ફેરફાર ન થાય તો તા. ૧પ થી ર૮ ફેબ્રુઆરી વચ્ચે પાલિકા અને પંચાયતોનું મતદાન થઇ જશે. ચૂંટણી પંચના વર્તૂળો પણ આ શકયતા નકારતા નથી. જાન્યુઆરી ઉતરાર્ધમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હશે માર્ચ પ્રારંભ સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુરી થઇ જશે.

ચૂંટણી પંચ વિધાનસભાની ૯ નવેમ્બરની મતદાર યાદીના આધારે ટુંક સમયમાં પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ કરશે. તા. ૧ જાન્યુઆરી ર૦ર૧ ના દિવસ સુધીમાં ૧૮ વર્ષ પુરા કરનારને મતદાર યાદીમાં નામના આધારે મતાધિકાર મળી શકશે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી અલગ-અલગ થશે પણ બન્નેનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવશે. માર્ચ માસમાં નવા પદાધિકારીઓની વરણી થઇ જશે.

(3:45 pm IST)