Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

કોઠારીયા રોડ પર નકલી ચલણી નોટ સાથે બે શખ્શો ઝડપાયા 100 ના દરની 540 નોટ કબ્જે : ત્રીજા આરોપીની શોધખોળ

આજીડેમ પોલીસ ટીમે બાતમીના આધારે રોકડીયા લાઈટ ડેકોરેશન પાસેથી બેન્નેને દબોચી લીધા

રાજકોટ : રાજકોટના કોઠારીયા રોડ પરથી આજીડેમ પોલીસ ટીમે નકલી નોટ સાથે બે શખ્શોને ઝડપી લઇને તેની પાસેથી 100ના દરની 540 નોટ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખોટી ચલણી નોટ છાપીને વટવાના આરોપમાં અજયસિંહ જીતેન્દ્રસિંહ મકવાણા ( ઉ,વ, 23 ) ( રહે, જાંજમેર તા,ધોરાજી ) અને રાજ રામકૃપાભાઇ જયસવાલ (ઉ,વ, 23 )  ( રહે, નમ્રતા પાર્ક,ચાણક્ય સ્કૂલ પાસે જગદીશ શો રમ પાછળ જેતપુર ) ને ઝડપી લઈને 100ના દરની 540 નોટ કબ્જે કરી છે જયારે ત્રીજો આરોપી કપિલ ઉર્ફે ટીનો બાવાજી ( રહે,ધોરાજી )ની શોધખોળ હાથ ધરી છે

 આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એ,એસ,ચાવડા,પો,સ,ઇન્સ,જી એન વાઘેલા તથા પો.હેડ,કોન્સ,કનકસિંહ સોલંકી મહેન્દ્રભાઈ પરમાર પો.કોન્સ,શૈલેષભાઇ નેચડા,ધર્મેન્દ્રસિંહ ઝાલા અને કલ્પેશ ભાઈ ચાવડા જોડાયા હતા

 

(8:23 pm IST)