Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

બેડલામાં દુકાન પાસે પેશાબ કરવાની ના પાડતા અશોકભાઇ મકવાણા પર હુમલો

વિનુ મકવાણા તેના બે પુત્રો રજની અને દિપક સામે ગુનો

રાજકોટઃ કુવાડવા નજીક બેડલા ગામમાં દુકાન પાસે પેશાબ કરવાની ના પાડતા વાણંદ પ્રોઢને ગામમાં રહેતા ત્રણ શખ્સોએ પાઇપથી હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ બેડલા ગામમા રહેતા અશોકભાઇ મકવાણા રાત્રે પોતાની દુકાને હતા ત્યારે ગામમાં જ રહેતો વિનુ ભાદાભાઇ મકવાણા દુકાન પાસે પેશાબ કરતો હોઇ તેથી  વાણંદ પ્રોઢે તેને દુકાન પાસે પેશાબ કરવાની ના પાડતા વિનુ મકવાણાએ તેની સાથે બોલાચાલી કરતા તેના બે પુત્રો રજની વિનુ મકવાણા અને દિપક વિનુ મકવાણ આવી જતા ત્રણેયે વાણંદ પ્રોઢ સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇનેે પાઇપ વડે હુમલો કરી અજીતભાઇ મકવાણાને હાથેપગે તથા માથામાં ઇજા કરી નાસી ગયા હતા. બાદ પ્રોઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે કુવાડવા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરી  હેડ કોન્સ. કે.સી. સોઢા તથા રાઇટર હિતેષભાઇએ તપાસ હાથ ધરી છે.

(12:31 pm IST)