Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

રાજકોટમાં રર મીથી 'એન્જી એકસ્પો'

એન.એસ.આઇ.સી. મેદાનમાં લાગશે ૩૦૦ થી વધુ સ્ટોલ : દેશભરમાંથી ૫૦ હજારથી વધુ મુલાકાતી આવશે : કટીંગ, મશીન ટુલ્સ, પાવર ટુલ, કન્સ્ટ્રકશન, પેકેજીંગ સહીત એન્જીનીયરીંગ ક્ષેત્રની તમામ કેટેગરીનું મટીરીયલ્સ થશે ઉપલબ્ધ

રાજકોટ તા. ૧૪ : એન્જીનીયરીંગ ક્ષેત્રનું તમામ મટીરીયલ એક જ સ્થળે ઉપલબ્ધ બને તે પ્રરારના 'એન્જી એકસ્પો' નું રાજકોટ ખાતે આયોજન થયુ છે.

આ અંગે યોજાયેલ પત્રકાર પરીષદમાં વિગતો વર્ણવતા સીઇઓ અંબાલાલ ભંડારક અને સીઓઓ જીગર રાવલે જણાવ્યુ હતુ કે આગામી તા. ૨૨ થી ૨૫ સુધી રાજકોટના ૮૦ ફુટ રોડ, આજી જીઆઇડીસી ખાતેના એન.એસ.આઇ.સી. મેદાન ખાતે 'એન્જી એકસ્પો'નું આયોજન કરાયુ છે. જે સવારે ૧૦ થી સાંજના ૬ સુધી મુલાકાતીઓ માટે ખુલ્લે રહેશે.

૫૦ હજાર સ્કેવર મીટર એરીયામાં એન્જિ એકસપો યોજવામાં આવશે. ૮ જુદીપ્રજુદી બિઝનેસ કેટેગરીના ડોમ હશે.૩૦૦ થી વધુ સ્ટોલ ધરાવતા આ એકિઝબિશનમાં એક જ પ્લેટફોર્મ પરથી વેઈંગ, વેલ્ડિંગ, કટિંગ, મશીન ટૂલ્સ, પાવર ટૂલ, હેન્ડ ટૂલ, મટેરીયલ, હૈન્ડલિંગ, કન્સ્ટ્રકશન, ઈલેકિટ્રકલ, ઈલેકટ્રોનિકસ, સોલર, પ્લાસ્ટીક, પેકેજિંગ જેવી વસ્તુઓ રહેશે.

તેમાં પણબિઝનેસ ઓપોર્ય્યુનિટીમાં આઈ.ટી., ફાયનાન્સ, હાર્ડવેર પ્રોડકટ, એગ્રીકલ્ચર, ઓટો મોબાઈલ એન્ડ પાર્ટસ, કાસ્ટિંગ ઉપરાંત એર કન્ડિશન, હ્યુમિડિફિકેશન, વેન્ટીલેશન અને એથી પણ વધારે સામગ્રી આ પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ભારત દેશમાંથી ૫૦,૦૦૦ વિઝિટર આવશે. ૧૦,૦૦૦થી વધુ પ્રોડકટ ડીસપ્લે  થશે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ફ્રી એન્ટ્રી રહેશે. ૬૫ ટકા જેટલી વસ્તુઓ ૪ દિવસમાં બુક થશે. તા. ૨૫ ના સમાપન થશે.

અમદાવાદ ખાતે આ પ્રકારના ૪ એકઝીબીશન થઇ ચુકયા છે. રાજકોટમાં પ્રથમ આયોજન છે પરંતુ ખુબ પ્રતિસાદ મળી રહ્યાનો આનંદ આયોજક ટીમે વ્યકત કર્યો હતો.

તસ્વીરમાં પત્રકાર પરીષદ સંબોધતા સી.ઇ.ઓ. અંબાલાલ ભંડારકર અને સી.ઓ.ઓ. જીગર રાવલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:32 pm IST)