Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

પતંગ ચગાવવા સજ્જ થઇ જાવ...

રાજકોટઃ બજારમાં ઉતરાયણ પતંગોત્સવની તૈયારી શરૂ થઇ ગઇ છે. પરપ્રાંતીયો  રાજકોટ આવી ગયા છે અને ટનાટન દોર પાઇ રહયા છે. તસ્વીરમાં રાજકુમાર કોલેજ રોડ પર યુપીના પ્રભુદેવ દોર પાઇ રહયા છે તેનો પરીવાર ૩ર વર્ષથી રાજકોટમાં દોરા પાવા આવે છે. ૧૦૦૦ વાર દોરના રૂ. ૮૦ છે. ઓર્ડર પ્રમાણે કામ કરે છે. પતંગ ચગાવવા સજ્જ થઇ જાવ. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:51 pm IST)