Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સીંધી કોલોની મેઇન રોડ રપ લાખના ખર્ચે ડામરથી મઢાશે

કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી તથા ગીતાબેન પુરબીયાના પ્રયત્નો સફળ

રાજકોટ, તા. ૧પ : શહેરના વોર્ડ નં.૩માં રપ લાખના વિકાસના કામો વોર્ડના જાગૃત કોર્પોરેટર શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, દિલીપ આસવાણી, ગીતાબેન પુરબીયાના પ્રયત્નથી કરવામાં આવ્યો હતો.

આ કામ મંજૂર થતાં સીંધી કોલોની મેઇન રોડથી ઝલુલાલ મંદિર સુધીના રોડના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ અંગે કોર્પોરેટરની યાદીમાં જણાવ્યું હતું કે, વોર્ડ નં.૩માં સતત વિકાસની ગાડીને આગળ વધારતા વિસ્તારના જાગૃત કોર્પોરેટરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં છેલ્લા ઘણા સમયથી અતિ બીસ્માર થઇ ગયેલ ઝુલેલાલ મંદિરથી જંકશન મેઇન જોડતા મુખ્ય માર્ગ સીંધી કોલોની મેઇન રોડનું ડામર કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કામમાં રૂ. રપ લાખના ખર્ચે રી-કાર્પેટની કામગીરી હાથ ધરાઇ છે. વિસ્તારના કોર્પોરેટર અને ઉપસ્થિત આગેવાનોની વિશાળ હાજરી વચ્ચે જંકશન મેઇન રોડ ખાતે કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વિસ્તારના સ્થાનિક આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં માઇનોરીટી ચેરમેન યુનુસભાઇ જુણેજા, વોર્ડ પ્રમુખ ગૌરવભાઇ પુજારા, કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા, દાઉદભાઇ, ખેમચંદ મદીયાણી, નાહીદાબેન આશિફભાઇ, અનામીકાબેન, મુમતાઝબેન, કાસમભાઇ, રૂખસાનાબેન જાહીદભાઇ, હવાબેન હબીબભાઇ, હસીનાબેન હુસેનભાઇ, જયશ્રીબેન લાખાણી, પ્રકાશભાઇ અડવાણી, જીતુભાઇ ચંદનાણી, મહેન્દ્રસિંહ, નરેન્દ્રભાઇ જાંગીયાણી, આત્મારામ મોટવાણી, સુનિલભાઇ બ્રિજલાણી, મોહનભાઇ જુણાચ, મોહનભાઇ ક્રિષ્નાણી, રજાકભાઇ કોહીનુર પાન, ચંદુભાઇ, હરીભાઇ મોહનાણી, ઠાકુરભાઇ ખાનચંદાણી, સીકંદર દલવાણી, મયુર દાંધવાણી, હીતેશ દાંધવાણી સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:51 pm IST)