Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

બાર. એસો.ની ચુંટણીમાં ટ્રેઝરરની જગ્યા ઉપર અમિત ભગત બિન હરીફ ચુંટાયા

હવે પ્રમુખ-ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી, મહિલા અનામત, લાઇબ્રેરી સેક્રેટરી અને કારોબારી માટે સ્પર્ધા થશેઃ ૧૭મીએ ફોર્મ પરત ખેંચવાની મુદત બાદ આખરી ચિત્ર સ્પષ્ટ થશેઃ સમરસ પેનલ અને એકટીવ પેનલના ઉમેદવારો વચ્ચે જંગ જામશેઃ ર૧મીએ ચુંટણી

રાજકોટઃ બાર. એસો.ની ચુંટણીમાં ટ્રેઝરરની જગ્યા માટે અમિતભાઇ ભગતની આજે બિનહરીફ વરણી થતા એડવોકેટ શ્યામલ સોનપાલ, દિલીપભાઇ પટેલ, નિલેષ પટેલ, જે.એફ.રાણા, ધીમંત જોશી, ભાવેશભાઇ પટેલ, હેમલ ગોહેલ, મનોજભાઇ તંતી, મિહીરભાઇ દવે, સંજયભાઇ પંડયા અભિનંદન આપીને ખુશી વ્યકત કરતા તસ્વીરમાં જણાઇ છે.

રાજકોટ, તા., ૧૫: રાજકોટ બાર.એસો.ની આગામી તા.ર૧મીએ ચુંટણી યોજાયેલ છે. જેમાં સમરસ પેનલ અને એકટીવ પેનલ વચ્ચે જોરદાર સ્પર્ધા જામી છે. ત્યારે આજે ટ્રેઝરરની જગ્યા માટે ઉમેદવારી નોંધાવનાર મિહિરભાઇ દવેએ સમરસ પેનલના અમિત ભગતના ટેકામાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા આ જગ્યા ઉપર અમિત ભગત  બિનહરીફ ચુંટાઇ આવેલ છે.

પ્રમુખ પદ માટે સમરસ પેનલમાંથી સંજયભાઇ વોરાએ જયારે એકટીવ પેનલમાંથી બકુલભાઇ રાજાણીએ ઉમેદવારી નોંધાવેલ હોય પ્રમુખપદ માટે ભારે તીવ્ર રસાકસી જામશે. આ જગ્યા ઉપર હરીસિંહ વાઘેલાએ પણ ઉમેદવારી નોંધાવી છે.

ઉપપ્રમુખની જગ્યા માટે સિધ્ધરાજસિંહ જાડેજા અને રાજેશ આર.મહેતા વચ્ચે સ્પર્ધા જામી છે. જયારે સેક્રેટરીની જગ્યા માટે પાંચ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તેમાં સમરસ પેનલના પરેશભાઇ મારૂ, એકટીવ પેનલના જીજ્ઞેશભાઇ જોષી ઉપરાંત વિજયભાઇ ભટ્ટ, પ્રણવ પટેલ અને અજય યાજ્ઞીકએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં પેનલના ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થનાર છે.

જોઇન્ટ સેક્રેટરીની જગ્યા માટે સમરસ પેનલના  નિલેષભાઇ પટેલ એકટીવ પેનલના વિકાસભાઇ શેઠ અને મૌનીશ એમ જોષીએ ઉમેદવારી નોંધાવી છે. ટ્રેઝરરની જગ્યા માટે મિહિરભાઇ દવે એ આજે ફોર્મ પરત ખેંચી લેતા આ જગ્યા ઉપર અમિતભાઇ ભગત બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા.

લાયબ્રેરી સેક્રેટરીની જગ્યા માટે મૌનિશ એમ.જોષી અને જયેન્દ્રસિંહ રાણાએ ઉમેદવારી નોંધાવી છે મહિલા અનામતની જગ્યા માટે હર્ષાબેન પંડયા અને રેખાબેન પટેલ વચ્ચે સ્પર્ધા છે.

કારોબારીની કુલ ૯ જગ્યા માટે મનિષ આચાર્ય, મુકેશ ભટ્ટી, રાજેશ ચાવડા, તુષાર દવે, વિવેક ધનેશા, પંકજ દોંગા રોહિત ધીયા, રાજેશ જલુ હસમુખ જોષી, નિશાંત જોષી, સંદિપ જોષી, સંજય જોષી, વિશાલ જોષી, કનુભાઇ ગઢવી, જીતેન્દ્ર પારેખ, જીજ્ઞેસ સભાડ, ચૈતન્ય સાયાણી, બાલાભાઇ સેફાતરા, રિતેશ ટોપીયા, મૌહનીસ ઉનડ, સુમિત, વોરા, કૌશિક વ્યાસનો સમાવેશ થાય છ.ે

જો કે, ફોર્મ પરત ખેંચવાનો સમય સોમવાર તા.૧૭ ના રોજ પુરી થતી હોય બપોરના ર-૩૦ કલાકે આખરી ચિત્ર સ્પષ્ટ થશે.

આજે ટ્રૈઝરરની જગ્યા બીનહરીફ જાહેર થતા હવે કુલ ૧પ જગ્યા માટે તા.ર૧મીએ ચુંટણી યોજાશે.(૪.૭)

(3:50 pm IST)