Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

યુવા રેલ કર્મચારીઓ આજની અસ્મિતા છેઃ માહુરકરજી

વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા યોજાઈ ગયેલ યુવા સંમેલનઃ લીડરશીપ હંમેશા મર્દાનગીપૂર્વક અને શાનથી કરવીઃ હિરેન મહેતા

રાજકોટઃ વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ રાજકોટના ડિવિઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાની યાદી મુજબ વે.રે.મજદૂર  સંઘ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું. આ સંમ્મેલનમાં ઓખાથી  વણી રોડ સુધીના તમામ સ્ટેશનો પરથી બહોળી સંખ્યામાં યુવા રેલ્વકર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.

''યુવા સંમેલન''માં વે.રે.મજદૂર  સંઘ સાથે કાર્યકર્તા યુવાનો કે જેઓ આગેવાની લઈને રેલકર્મીઓના હકક અને હિત માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા ઉત્સુક યુવાનોને વે.રે.મજદૂર સંઘનો એસ દાદા માહુરકરજી જનરલ સેક્રેટરીના હસ્તે પ્રેસીડન્ટ વે.રે.મજદૂર સંઘ શ્રી શરીફખાન પઠાણની હાજરીમાં પહેરાવી સમ્માનીત કરવામાં આવેલ હતા.

આ યુવા સંમેલનમાં જનરલ સેક્રેટરી દાદા માહુરકરજીએ યુવાનોને સંબોધતા જણાવ્યુ હતું કે મારા યુવા કર્મચારીઓ આજની અસ્મીતા છે.

સર્વે રેલકર્મીઓને સુરક્ષીત અને સમયસર ટ્રેન ચલાવવા માટે અભિનંદન કે જેઓ આજે ખૂબ મોટી સંખ્યામાં વેકેન્સી હોવા છતા રેલને અટકવા નથી દેતા. રાષ્ટ્રના બેકબોન સમાન રેલપ્રશાસનમાં કાર્યરત વિવિધ કેટેગરીઓની અનેક સમસ્યાઓ ખાસ કરીને ન્યૂ પેન્શન સ્કીમ બંધ કરવા, ૧૨ કલાક કાર્યસમયને આઠ કલાકનો લાગુ કરવો, રનિંગ સ્ટાફની વિવિધ સમસ્યાઓ માટે રાષ્ટ્રીય સ્તરે, ઝોનલસ્તરે અને ડિવિઝનલ લેવલે ફેડરેશન, સંગઠન દ્વારા કરવામાં આવતી લડાઈ સંઘર્ષ વિશે વિગતવાર માહિતી આપેલ. આજનો કર્મચારીઓનો સિનારીયો, વર્ક કલ્ચર, લેબર લો વગેરે પર વધારેમાં વધારે કાર્યભાર જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરેલ તથા યુવા કર્મચારીઓનો તેમા રોલ વિશે માહીતી આપેલ.

ડિવિઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતાએ ખાત્રીપૂર્વક જણાવતા કહ્યું કે હું હંમેશા રેલ કર્મચારીઓના હક્ક માટે સાથે રહ્યો છું અને આવનારા સમયમાં પણ રહીશ. મારા રેલકર્મચારીઓનો મારા પરનો ભરોસો કયારેય તૂટવા નહી દઉ, વધુમાં શ્રી મહેતાએ કહ્યુ કે લીડરશીપ હંમેશા મર્દાનગી પૂર્વક અને શાનથી કરવી. મારા યુવા રેલકર્મી મીત્રો આપ બધા મારી તાકાત છો અને જો આપણે સંગઠીત રહીશુ તો પ્રશાસનને આપણીવાત અને આપણી માંગણીઓ માટે માનવા મજબૂર કરી શકીશુ.

NFIR  અને WRMSએ રેલકર્મીઓનું એક એવુ સંગઠન છે. જે જાગૃત સબળ, સશકત છે જે કર્મચારીઓ માટે જ નિષ્ઠા પૂર્વક લડે છે અને રેલ કર્મચારીઓના પેમેન્ટ ફીકસેશન, સ્કેલ, ગ્રેડ પે, પ્રમોશન, એમમઅસીપી, પેમેન્ટ એનોમલી કાર્યસ્થળની સમસ્યાઓ, કોલોની અને કવાર્ટરની સમસ્યાઓ, રનીંગરૂમ અને વકીંગ કંડીશનની સમસ્યાઓ વગેરે માટે ફેડરેશન સતત કાર્યરત છે. આ સંગઠન પ્રત્યે સર્વેનો વિશ્વાસ અને સાથ હંમેશા WRMSની સાથે રહે એવી અપેક્ષા કરૃં છું. આ સંમેલનમાં વિવિધ સ્ટેશનો પરથી રસુલભાઈ, જાડેજાભાઈ, અભિષેક રંજન, એલ.પી.યાદવ, દવેભાઈ, કપીલ ઓસ, ઈકબાલભાઈ, મયુરસિંહ, અમીત ભાર્ગવ, ધર્મીષ્ઠા થોરીયા, જયશ્રી સોલંકી, પુષ્પા ડોડીયા, ધર્મીષ્ઠા પૈજા, જયોતિ મહેતા, વિક્રમભાઈ વગેરે વે.રે.મજદૂરના કર્મનિષ્ઠ ઓફીસ બેરરની ઉપસ્થિતિ રહેલ અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અવની ઓઝા દ્વારા કરવામાં આવેલ હતું.

(3:50 pm IST)