Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

આજી નદીના પટમાંથી ૨૭ હજારનો ૬૯ બોટલ દારૂ કબ્જેઃ ભાવેશ ભાગી ગયો

થોરાળાના એએસઆઇ બી. જે. જાડેજા, વિજય મેતા અને આશિષ દવેની બાતમી

રાજકોટ તા. ૧૫: થોરાળા પોલીસે  આજી નદીના પટમાં દિવાલ પાસેથી રૂ. ૨૭૬૦૦નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબ્જે કર્યો છે. આ દારૂ ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે મનહરપરા-૫માં રહેતાં ભાવેશ જનકભાઇ કોટકનો હોવાનું ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

થોરાળાના પી.આઇ. એસ. એન. ગડ્ડુ, પીએસઆઇ પી. ડી. જાદવ, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ, મુકેશભાઇ, કોન્સ. કનુભાઇ ઘેડ, વિજય મેતા, ભરતસિંહ પરમાર, નરસંગભાઇ ગઢવી, આશિષભાઇ દવે સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ બી. જે. જાડેજા, વિજય મેતા અને આશિષ દવેને બાતમી મળતાં દરોડો પાડતાં ભાવેશ કોટક એપિસોડ બ્રાન્ડની રૂ. ૧૪ હજારની ૩૫ બોટલ તથા પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડની રૂ. ૧૩૬૦૦ની ૩૪ બોટલ મુકીને ભાગી ગયો હતો. પોલીસે આ દારૂ કબ્જે લઇ તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ કમિશ્નરશ્રી અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, એસીપી પ્રદિપસિંહ જાડેજાની રાહબરી અને સુચના હેઠળ આ કામગીરી થઇ હતી.

રેલનગર પાસેથી દાનીશ ઘાંચી ૩ બોટલ સાથે પકડાયો

પ્ર.નગરના હેડકોન્સ. દેવશીભાઇ રબારી, મોહસીન ખાન, હેમેન્દ્રભાઇ વાધીયા, જયદિપભાઇ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન પોપટપરા રેલનગર લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ બ્લોક નં. એ-બીના પાર્કિંગમાંથી અહિ જ રૂમ નં. ૧૧માં રહેતાં દાનીશ ઉર્ફ ભુરો ગફારભાઇ થઇમ (ઘાંચી) (ઉ.૨૮)ને રૂ. ૧૫૦૦ના ત્રણ બોટલ દારૂ સાથે પકડી લીધો છે.

(3:49 pm IST)