Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ખીલખીલાટ... સગર્ભા મહિલાઓ માટે ઉત્તમ સેવા

ચેકઅપ માટે પણ ગાડી ઘરેથી તેડી-મૂકી જાય છે... રાજકોટ બહાર પણ સેવા ચાલુ

રાજકોટ : સગર્ભા મહિલાઓ માટે ખીલખીલાટની વિનામૂલ્યે અદ્ભૂત સેવા ચાલી રહી છે. ઇમરજન્સી સેવાના અધિકારી મનવીર ડાંગરે જણાવ્યું હતું કે, સગર્ભા મહિલાઓના ચેકઅપ માટે પણ આ સેવા ચાલી રહી છે. ઘરથી મહિલાઓને સિવિલ હોસ્પિટલ લઇ જવી અને પરત મુકી જવાની સેવા ચાલે છે. માત્ર એક ફોન કરવાથી આ સેવા ઉપલબ્ધ બને છે. હાલ રાજકોટમાં ૯ ગાડી સેવામાં છે. ૧૦૮ નંબર પર ફોન કરવાથી આ સેવા ઉપલબ્ધ છે. પહેલા ડિલિવરી વખતે માતા અને બાળકને હોસ્પિટલથી ઘરે મુકવા માટે સેવા આપતા હતા. હવે સગર્ભા બહેનોને ડિલિવરી પહેલા અને પછી પણ ચેકઅપ માટે સરકારી હોસ્પિટલમાં આવે તો ત્યાંથી ઘરે મુકવા માટે મફત સેવા આપવામાં આવે છે. સરકારની ખીલખીલાટ વાહનમાં સગર્ભા માતા અને નવજાત શિશુને હોસ્પિટલમાંથી ચેકઅપ કે સારવાર બાદ રજા આપે ત્યારે નિઃશુલ્ક ઘર સુધી વાહન વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. હાલમાં રાજકોટ શહેરમાં ૯ ખીલખીલાટ વાહન કાર્યરત છે. જ્યારે રાજકોટ જિલ્લામાં પડધરી, કુવાડવા, જસદણ, વિંછીયા, ગોંડલ, જેતપુર, ધોરાજી ખાતે પણ આ સેવા ઉપલબ્ધ છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:48 pm IST)