Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ગંજીવાડામાં પહેરવા આપેલો ખોટો ચેઇન પાછો માંગતા વિજય પર હુમલો

હુમલો કરનાર મિત્ર વિજય છાપરાને ઘાયલ વિજય સાકરીયાના ભાઇએ ખોટો ચેઇન પહેરવા આપ્યો'તો એ પાછો માંગતા પોતાના ભાઇ અને મામા સાથે મળી હુમલો કર્યો

રાજકોટ તા. ૧૫: ગંજીવાડા મેઇન રોડ ફારૂકી મસ્જીદ પાસે રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં વિજય ભીખાભાઇ સાકરીયા (ઉ.૩૦) નામના કોળી યુવાનને સાંજે ઘર નજીક મહેજબીન પાન પાસે સાદીકભાઇ પાનવાળાની દૂકાને બેઠો હતો ત્યારે તેના જ મિત્ર વિજય મોહનભાઇ છાપરા, તેના ભાઇ સંજય મોહનભાઇ અને તેના મામા તુલાભાઇએ આવી ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી છરીથી ડાબા થાપા પર ઇજા કરી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

વિજય સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ તેની ફરિયાદ નોંધી હતી. વિજયના કહેવા મુજબ પોતે પાનની દૂકાને હતો ત્યારે મિત્ર વિજ છાપરા સહિતના ત્રણેય આવ્યા હતાં અને ગાળો દઇ કહેવા માંડ્યા હતાં કે તું કેમ તારા ભાઇ  રાજશેનો ખોટો ચેઇન અમારી પાસે માંગે છે, તને ખોટો ચેઇન પાછો આપવો જ નથી, તારાથી થાય તે કરી લેજે તેમ કહેતાં તેણે કહ્યું હતું કે ખોટો ચેઇન મારા ભાઇનો છે જે તારે પાછો આપવો જ પડશે. આ વાત સાંભળી વિજય છાપરા, તેનો ભાઇ અને મામા ઉશ્કેરાઇ ગયા હતાં અને ઢીકા-પાટુનો માર મારી છરીથી હુમલો કરી ઇજા કરી હતી.

હુમલાનું કારણ એવું છે કે ફરિયાદી વિજયના ભાઇ રાજેશે બે મહિના પહેલા  વિજય છાપરાને ખોટો ચેઇન પહેરવા આપ્યો હતો. જે તે પાછો આપતો ન હોઇ વિજયએ માંગણી કરતાં ડખ્ખો થયો હતો.

(3:46 pm IST)