Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

રેસકોર્ષ રીંગરોડ પર ઝૂપડપટ્ટીની જમીન લેવા ૩ બિલ્ડરો મેદાનમાં

રાજકોટઃ રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ બાવળીયાપરા ઝૂપડપટ્ટીની ૪૧૪૩ ચો.મી. જમીન પી.પી.પી. આવાસ યોજના માટે કોર્પોરેશને વેંચવા કાઢી છેઃ આ જમીન માટે રાજકોટના અમી હોમ ડેવલોપર, જે.પી. સ્ટ્રકચર અને અમદાવાદના એપલ વુડ આ ત્રણેય બિલ્ડર એજન્સીએ ટેન્ડરો ભર્યા છેઃ ટેન્ડરોની ટેકનીકલ ચકાસણી બાદ કયા બિલ્ડરે જમીન માટે કેટલી કિંમતનુ ટેન્ડર ભર્યુ છે તે જાહેર થશેઃ આ ઝૂપડપટ્ટીનાં કુલ ૧૦૦ જેટલા ઝૂપડાવાસીઓને જમીન ખરીદનાર બિલ્ડરે તે જ સ્થળે પાકા ફલેટ બનાવી નિઃશુલ્ક આપવાના રહેશે

(3:44 pm IST)