Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

૬ બેકરીઓમાંથી વાસી બ્રેડ - કેક- ખારી સહિત ૨૩૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટઃ આગામી ટુંક સમયમાં જ નાતાલ - ક્રિસમસનાં તહેવારો આવતા હોઇ કેક, બ્રેડ, પેસ્ટ્રી સહિતના બેકરી ખાદ્ય પદાર્થોનું વેચાણ વધી જતું હોઇ ભેળસેળ રોકવા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા બેકરીઓમાં ચેકીંગ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત આજે ૬ બેકરીઓમાંથી કુલ ૨૧૮ કિલો જેટલી અખાદ્ય બ્રેડ અને વાસી કેકનો જથ્થો ઝડપી લઇ અને નાશ કરાયો હતો. આ અંગે આરોગ્ય અધિકારી ડો. રાઠોડની યાદીમાં જણાવાયું છે કે, મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ક્રિસમસ (નાતાલ)ના તહેવારને અનુલક્ષીને મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીની સુચનાથી શહેરના જનઆરોગ્યના હિતાર્થે છ બેકરીમાં સઘન ચકાસણી કરવામાં આવેલ. જેમાં   બેક હાઉસ કોટેચા ચોકમાંથી વાસી કેક બેઇઝ, એકસપાયરી પેકડ કુકીઝ, ચોકલેટ કમ્પાઉન્ડ-૩૮ કિ.ગ્રા., શારદા બેકર્સ હનુમાન મઢી ચોકમાંથી એકસપાયરી ચોકલેટ બોલ, જેમ્સ, ટોસ તથા ખરી ૪૭ કિ. ગ્રા., હિન્દ બેકરી બજરંગવાડીને ત્યાંથી શણના કોથળામાં રાખેલ બ્રેડ એકસપાયરી ચોકલેટ પ૩ કિ. ગ્રા., ગુજરાત બેકરી સંજયનગર જામનગર રોડ શણના કોથળાનો ઉપયોગ કરેલ છે. બ્રેડ પાઉં ખુલ્લામાં રાખેલ છે. ર૬ કિ. ગ્રા., જે. બી. બેકરી બજરંગ વાડીમાંથી બેસ્ટ બીફોર યુઝની તારીખ દર્શાવ્યા વગરની બ્રેડ ૪ર કિ. ગ્રા., જલારામ બેકરી જંકશન પ્લોટમાંથી બેસ્ટ બીફોર યુઝની તારીખ દર્શાવ્યા વગરની બ્રેડ ૩ર કિ. ગ્રા., સહિત ર૩૮ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરોકત સ્થળે બેકરી આઇટમ કેક, પેસ્ટ્રી, કુકીઝ, ચોકલેટ વિગેરે આઇટમની સઘન ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન હાઇજીનીક કન્ડીશન, સ્ટોરેજ, રો-મટીરીયલ્સ, સ્વચ્છતા, ફુડ લાયસન્સ વગેરે આઇટમોનું ચેકીંગ કરી અનહાઇજીનીક કન્ડીશન બાબતે નોટીસ આપવામાં આવેલ છે.  તેમજ આપી અખાદ્ય જણાતી પડતર, વાસી, બિન આરોગ્યપ્રદ સ્થિતીમાં ઉત્પાદન સંગ્રહ કરેલ પેરીશેબલ ખાદ્ય ચીજો બ્રેડ, કેક, પાઉં, પેસ્ટ્રી વગેરેનો કુલ અંદાજીત ર૩૮ કિ. ગ્રા. જથ્થો નાશ કરેલ છે.ઉપરોકત તમામ કામગીરી મ્યુનિસીપલ કમિશનર બંછાનીધી પાનીની સુચનાથી ફુડ વિભાગ દ્વારા કરવામાં આવેલ હતી. (પ-ર૭)

(3:43 pm IST)