Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સ્ટેટ જીએસટીને જબરી સફળતાઃ ઐયર એન્ટરપ્રાઇઝના નામે ૧૦૦ કરોડના ઇ-વે બીલ જનરેટનો ધડાકોઃ ૫૩ પેઢીના નામો જાહેર

ટીન નંબર મુંદ્રા ખાતેના રહેણાંક માંથી મળ્યાઃ રહેણાંકને સીલ મારી દેતું વેટતંત્રઃ ૩૫ પેઢી ગોંડલનીઃ ૫૩ માંથી ૨૫ પેઢી બંધ હાલતમાં: ૨૬માં દસ્તાવેજો જપ્તઃ તમામ પેઢીમાં ખરીદ-વેચાણના વ્યવહારોમાં કરોડોની વેરાશાખાનું જબરૂ કોૈભાંડઃ રાજકોટની ૭ પેઢીની સંડોવણીઃ મુંદ્રા-ગાંધીધામ-કંડલા-જેતપુર- ત્રાજપર-અમરેલી-મોવીયા- વિંછીયા-હળવદ-શાપરની પણ પેઢી

રાજકોટ તા.૧૫: સ્ટેટ જીએસટી વિભાગે રાજકોટ વેટને સાથે રાખી તાજેતરમાં ગોંડલ-મંદ્રા ખાતે બોગસ ટીન નંબર બાબતે દરોડો પાડી જબરી સફળતા હાંસલ કરી હતી.

ગ્રીન સિટી બ્લોક નં. ૩, ગુંદાળા રોડ, ગોંડલ ખાતેના રહેણાંકના સ્થળેથી સંખ્યાબંધ પેઢીઓનું હિસાબી સાહિત્ય જપ્ત કરવામાં આવેલ હતું.જેના અનુસંધાને સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ જેના આધારે તા. ૧૭ નવેમ્બરના રોજ ગોંડલ, રાજકોટ, મોરબી, ગાંધીધામ, મુંદ્રા વગેરે સંખ્યાબંધ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૫૩થી વધુ વેપારીઓના ટ્રાન્સપોર્ટરના ધંધાના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.

રાજકોટ વેટ કચેરીના હાઇલેવલ અધિકારી સુત્રોના ઉમેર્યા મુજબ ઉપરોકત તપાસોમાં કુલ રપ બંધ પેઢીઓ જણાયેલ છે, જેની વધુ ચકાસણી હાથ ધરેલ છે. તેમજ તપાસમાં ધ્યાને આવેલ છે કે મે. ઐયર એન્ટરપ્રાઇઝ નામની પેઢીનાં રજીસ્ટ્રેશનનાં આધારે રૂ. ૧૦૦ કરોડ ઉપરાંતની રકમનાં ઇ-વે બીલ જનરેટ કરવામાં આવેલ હતા, આ ટીન નંબર મુંદ્રા ખાતેના રહેણાંકના સ્થળેથી મેળવવામાં આવેલ. આ સ્થળે તપાસ દરમ્યાન રજીસ્ટ્રેશનમાં દર્શાવ્યા મુજબના સ્થળને જી.એસ.ટી.નાં અધિકારીઓએ સીલ લગાવી દઇ વધુ તપાસ હાથ ધરી છે.

તપાસમાં ધ્યાને આવેલ છે કે, ઉપરોકત સહિતની સંખ્યાબંધ પેઢીઓ કોઇ એક -બે વ્યકિત કે એક ગ્રુપ ઓપરેટ કરે છે. જેની ધનિષ્ઠ નો તપાસનો ધમધમાટ સ્ટેટ જી.એસ.ટી. કરી રહી છે.

વધુમાં ઉપરોકત પેઢી-૨૬ પેઢીઓમાં હિસાબી સાહિત્ય જપ્ત થયેલ હતું જેની ઉંડાણપૂર્વક ચકાસણી સંબંધિત તપાસ કરનાર અધિકારી દ્વારા ચાલી રહેલ છે. પ્રાથમિક અંદાજ મુજબ સ્થળ તપાસમાં સંડોવાયેલ પેઢીઓના ખરીદ-વેચાણના વ્યવહારોમાં કરોડોની વેરાશાખા સંડોવાયેલ છે.

સદર કેસોમાં બોગસ પેઢીઓ ઓપરેટ કરી તેના ટીનનો ઉપયોગ કરી બીલીંગ દ્વારા સંખ્યાબંધ પેઢીઓને બીલો ઇસ્યુ કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ છે. તેથી ખોટી વેરાશાખા મેળવનાર વેપારીઓ અંગે પણ ચકાસણી શરૂ કરવામાં આવેલ છે.

અત્રે જે પેઢીમાં તપાસ કરાઇ તે ૫૩ પેઢીઓના નામો વેટતંત્ર દ્વારા અત્રે જાહેર થયા છે.

વેપારીનું નામ અને સ્થળ નીચે મુજબ છે

ઐયર એન્ટરપ્રાઈઝ-મુંદ્રા, અજયરાજ એન્ડ કું.-ગોંડલ, અંબિકા એન્ટરપ્રાઈઝ-ગોંડલ, આરાધના એન્ટરપ્રાઈઝ-ગોંડલ, અશોક એન્ડ કું.-ગાંધીધામ-કંડલા, આસોપાલવ એન્ટરપ્રાઈઝ-ગોંડલ, બાલાજી ટ્રેડીંગ કું.-જેતપુર, ભગીરથ એન્ટરપ્રાઈઝ-ગોંડલ, ડી.ડી. એન્ટરપ્રાઈઝ-ગોંડલ, ધરમરાજ એક્ષપોર્ટ-ગોંડલ, ફોરમ એન્ટરપ્રાઈઝ-રાજકોટ, ગંગા ઈનપેક્ષ એન્ટરપ્રાઈઝ-ગાંધીધામ-કંડલા, જીટીએમએલ એક્ષપોર્ટ-ગાંધીધામ-કંડલા, ઈન્ડીયા ઈન્ટરનેશનલ-ગાંધીધામ-કંડલા, જનક ઓઈલ મીલ-ગોંડલ, જય દ્વારકાધીશ ટ્રેડીંગ કું.-ગોંડલ, જય પ્રોટીન્સ-ગોંડલ, જલક એક્ષપોર્ટ-રાજકોટ, કામાણી એક્ષપોર્ટ-ગોંડલ, કોનાર્ક એન્ટરપ્રાઈઝ-રાજકોટ, નંદન ટ્રેડીંગ-ગોંડલ, પાલમોન એક્ષપોર્ટ-ગાંધીધામ, પરફેકટ ઈન્ટરનેશનલ-ત્રાજપર-ઘુંટુ રોડ, ફીનીક્ષ ઈન્ટરનેશનલ-અમરેલી, પ્રગતિ ટ્રેડીંગ-ગોંડલ, પ્રન્સુ એકઝીમ-રાજકોટ, આર.જે. એન્ટરપ્રાઈઝ-ગોંડલ, આર.એલ. એન્ટરપ્રાઈઝ-ગોંડલ, રાજ એન્ટરપ્રાઈઝ-ગોંડલ, રવિરાજ એન્ટરપ્રાઈઝ-ગોંડલ, રૂતુરાજ એન્ડ કું.-ગોંડલ, સંતરામ એન્ટરપ્રાઈઝ-ગોંડલ, શ્રી ગંગેશ્વર એન્ટરપ્રાઈઝ-ગોંડલ, શ્રીરાજ કોટન જીનીંગ એન્ડ પ્રેસીંગ-મોવીયા, વાસાવડ રોડ-રાજકોટ, શ્રી રામ પોલીટેક-ગોંડલ, શ્રી યોગી કોટેક્ષ/ શિવ યોગી કોટન જીનીંગ-ગોંડલ, શ્રી યોગીકૃપા ટ્રેડીંગ કું.-ગોંડલ, શ્રી યોગીરાજ ટ્રેડીંગ કું.-વીંછીયા-રાજકોટ, શ્રીજી એક્ષપોર્ટ-ગોંડલ, ઉત્તમ એન્ટરપ્રાઈઝ-ગોંડલ, વિષ્ણુ એક્ષપોર્ટ-હળવદ, યોગીરાજ એક્ષપોર્ટ પ્રા.લી.-ગોંડલ, યોગીરાજ જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.-ગોંડલ, યોગીરાજ જીનીંગ એન્ડ સ્પીનીંગ પ્રા.લી.-ગોંડલ, યોગીરાજ હાઈટેક પાર્ક પ્રા.લી.-ગોંડલ, યોગીરાજ ઈન્ડસ્ટ્રીઝ-ગોંડલ, યોગીરાજ મીલ્સ પ્રાઈવેટ લી.-ગોંડલ, યોગીરાજ પેપર મીલ-ગોંડલ, યોગીરાજ સ્પીનીંગ પ્રા.લી.-ગોંડલ, ગિરીરાજ ટ્રાન્સપોર્ટ બ્રોકર (ટ્રાન્સપોર્ટર) - રાજકોટ, રોયલ રોડવેઝ (ટ્રાન્સપોર્ટર)-ગોંડલ, જનક કાર્ગો મુવર્સ-શાપર-રાજકોટ હાઈવે, જય મહારાજ ટ્રાન્સપોર્ટ-ગોંડલ.

(3:36 pm IST)