Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

શાળાઓમાં ફી નિર્ધારણ વેગવાનઃ જાન્યુઆરી માસમાં નામાંકીત ૧પ૦ શાળાઓનું માળખું જાહેર થશે

વાલી મંડળ-છાત્ર સંગઠન અને કોંગ્રેસના આક્રમક વલણનેે પગલે

રાજકોટ તા. ૧પ : રાજય સરકાર દ્વારા ગરીબ બાળકો સારૂ શિક્ષણ મેળવે તે માટે ફી નિયમનનો કાયદો અમલી બનાવ્યોછે ત્યારે ફી નિયમન કમીટી દ્વારા યેનકેન પ્રકારે મોકુફી નિર્ધારવા થતા આખરે વાલી મંડળ, છાત્ર સંગઠનો અને યુવક કોંગ્રેસે હલ્લાબોલ કરતા હવે ઝડપી કામગીરી હાથ ધરી છ.ે

સૌરાષ્ટ્ર ઝોન દ્વારા તાજેતરમાં ૩૧ ખાનગી શાળાઓમાં ફી વધારો માન્ય કરી દેતા ઘેરા પડઘા પડયા હતા.

સૌરાષ્ટ્ર ઝોન દ્વારા હવે રાજકોટ સહિત સમગ્ર નામાકીત ખાનગી શાળાઓની ફી નિર્ધારણ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ઓફીસ ખાતે ફી નિર્ધારણ સમિતીએ પ્રાથમીક શાળાઓની 'ફી' પ્રશ્ને સુનાવણી હાથ ધરવામાં આવી હતી આગામી માસમાં ટોપની ૧પ૦ ખાનગી શાળાઓનું 'ફી'નું માળખુ જાહેર થશે તેમ એફ.આરઇ.ના સૂત્રોએ જણાવ્યું  છે.

(3:34 pm IST)