Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

બાળકો પાસે ચોરી કરાવતી ઉષાને ગુંદાવાડી બજારમાંથી ભકિતનગર પોલીસે ઝડપી લીધી

રાજકોટ : બાળકોને સાથે રાખીને ભીડવાળા વિસ્‍તારોમાં દુકાનોમાં જઇને વેપારીની નજર ચૂકવી બાળકો પાસે વસ્‍તુની ચોરી કરાવતી ઉષા મકવાણાને ભકિતનગર પોલીસે ઝડપી લીધી છે.

પો.કમી. મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પો.કમી. સિધ્ધાર્થ ખત્રી તથા ડી.સી.પી. જોન-૧ રવિ મોહન સૈની તથા એસીપી પી.જી. જાડેજા સા.(પૂર્વ) વિભાગ તથા પો.ઇન્સ. વી.કે.ગઢવી ની સુચના અન્વયે ભકિતનગર પો.સ્ટે.ના ફસ્ટ ગુ.ર.નં. ર૩પ/૧૮ આઇ.પી.સી. કલમ ૩૭૯ તથા બાળ ન્યાય બાબતનો અધિનિયમ-ર૦૧પ ની કલમ  ૮૩(ર) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને આ ગુન્હો શોધી કાઢવા માટે તુરંત જ ડી-સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી અને આઇ વે પ્રોજેકટના અલગ અલગ સીટીટીવી કેમેરાની મદદ લઇ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુન્હો ડીટેકટ કરવા માટે કાર્યશીલ થયેલા તે દરમિયાન પો.સ.ઇ. પી.એમ. ધાખડા તથા પો.હે.કો. પી.વી.રાણાને ખાનગીરાહે બાતમી મળેલ કે સદરહુુ ગુનાની આરોપી મહીલા ગુંદાવાડી મેઇન બજારમા ખરીદી કરવા આવવાની છે. તેવી સચોટ બાતમી મળતા ગુંદાવાડી મેઇન બજારમાં વોચ તપાસમા રહી મજકૂર આરોપી મહીલા મળી આવતા પકડી પાડવામા આવેલ છે.

         પકડાયેલ આરોપી ઉષાબેન ગગજીભાઇ મકવાણા - દેવીપુજક ઉ.વ. ર૪ રહે. લક્ષ્મીવાડી મેઇન રોડ રાજકોટ, મુળ વતન નીકાવાગામ, તા.કાલાવડ જિ. જામનગર.  સદરહુ મહીલા આરોપી પોતાની બાળકીઓને સાથે રાખી ભીડભાડવાળી જગ્યાઓમાં દુકાનોમા ખરીદી કરવા જઇ વેપારી સાથે ખરીદી બાબતે ભાવતાલની રકજક કરે તે દરમ્યાન પોતાની સાથેની બાળકીઓને આપેલ સમજ પ્રમાણે વેપારીની નજર ચુકવી વસ્તુ ચોરી લેવાની ટેવવાળી  છે.

         પો.સબ ઇન્સ. પી.એમ. ધાખડા તથા   પો.હે.કો. મહેન્દ્રસિંહ ડોડીયા તથા પ્રતાપસિંહ રાણા તથા સલીમભાઇ મકરાણી તથા પો.કોન્સ. વિક્રમભાઇ ગમારા તથા દેવાભાઇ ધરજીયા તથા રાજેશભાઇ ગઢવી રોકાયેલ હતા.

(11:58 pm IST)