Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મવડીની ૩ સોસાયટીનાં રોડ પહોળા થશેઃ ૭૦ મીલ્કતોની કપાત

વોર્ડ નં. ૧રમાં આવેલ, અંકુરનગર-ગોપાલપાર્ક-માધવપાર્કનાં હૈયાત ૯ મીટરથી ર૪ મીટર સુધીનાં રસ્તાઓને ૧પ૦ રીંગ રોડ સાથે જોડવા રસ્તા પહોળા થશેઃ આ વિસ્તારમાંથી લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ લાગુ કરવા સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત

રાજકોટ તા. ૧પ :.. શહેરનાં મવડી વિસ્તારની ત્રણ સોસાયટીઓનાં મુખ્ય ૯ થી ર૪ મીટરનાં રસ્તાઓ પહોળા કરી અને ૧પ૦ ફુટ રીંગ રોડ સાથે જોડવા માટે આ વિસ્તારમાં લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ ૭૦ જેટલી મિલ્કતો કપાત કરવા આવતી કાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાનાર છે.

આ અંગેની દરખાસ્તામાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરના વોર્ડ નં.૧ર ના સૌથી વિકસીત એરીયા જેવા કે મવડી વિસ્તારમાં છેલ્લા ટુંકા સમયમાં ખુબજ બહોળા પ્રમાણમાં વિકાસ થયેલ છે. સાથોસાથ વાહન વ્યવહારમાં ખુબજ મોટા પ્રમાણમાં વધારો થયેલ છે. સદર વિસ્તારમાં ટી.પી. સ્કીમો ન હોવાને કારણે હૈયાત રસ્તાઓને વ્યવસ્થીત રીતે ૧પ૦ ફ ુટ રીંગ રોડનો એપ્રોચ મળતો નથી જેથી બહોળા પ્રમાણમાં ટ્રાફીક સમસ્યા તથા ચોમાસાની ઋતુમા઼ વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો વારંવાર ઉપસ્થિત થાય છ.ે જેથી નીચે મુજબના હૈયાત રસ્તાને રીંગ રોડ સાથે જોડવા જરૂરી છે.

આથી આર.એમ.સી.કવાર્ટર, વૃંદાવન સોસાયટી ત્રિવેણી નગર, કડિયાનગર, નવલનગર, વિનાયકનગર સોસાયટી તથા વિગેરે સોસાયટીને લાગુ અંકુરનગર વિસ્તારમાંથી પસાર થતો ર૪.૦૦ મીના હૈયાત રોડ કે જે રીંગ રોડને જોડવો જરૂરી છે તે ઉપરાંત અંકુરનગરની ઉત્તરે આવેલ ગોપાલપાર્ક વિસ્તારના હૈયાત ૯.૦૦ મી.ના રોડને રીંગ રોડને જોડવો જરૂરી છે. અને સુખસાગર, માધવવાટીકા, રાણીપાર્ક, કૈલાશપાર્ક, નંદનવન, રૂપ રેસીડેન્સી, ગાયત્રપાર્ક તથા વિગેરે સોસાયટીને લાગુ માધવપાર્કના હૈયાત રોડને રીંગ રોડ સાથે જોડતો ૧૮.૦૦ મી.રોડ મુખ્ય રોડ આવેલ છ.ે જેને રીંગ રોડ સાથે જોડવા જરૂર છ.ે

આમ ઉપરોકત ત્રણેય સોસાયટીના હૈયાત રોડને રીંગ રોડ સાથે જોડવાથી રસ્તામાં આવતા હૈયાત મકાનો, ખુલ્લી જમીનોને જી.પી.અમ.સી.એકટની કલમ-ર૧૦ હેઠળ સામેલ નકશામાં લાલ રંગથી દર્શાવા મુજબ 'લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ' લાઇનદોરી કરવાની  થાય છે. આ સામે જે કોઇને વાંધા લેવાના હોય અથવા સુચનો કરવાના હોય તે માટે દૈનિક પત્રો દ્વારા જાહેર પ્રસિધ્ધી કરવાની થાય છ.ે જાહેરાતની મુદત દરમ્યાન આવેલ વાંધા અરજીઓ રજુઆતો તથા સુચનો લક્ષામાં લઇ વાહન વ્યવહારની વધુ સુવ્યવસ્થા મટેજે લાઇનદોરી નકકી કરવામાં આવેલ છે. તેનેેગ્રાહ્ય રાખવા અને લાઇનદોરીમાં આવતી જમીન સંપાદન કરવા માટે પૂર્વ મંજુરી અર્થે ઠરાવ કરાવવાનો રહે છે.

આવાસ યોજનામાં ૧ર૦ લી.ની કચરાપેટી

આ ઉપરાંત કાલની સ્ટેન્ડીંગ કમીટીમાં વોર્ડ નં. ૧૧ માં આવેલ મ.ન.પા.ની આવાસ યોજનામાં ૧ર૦ મીટરની ૪૦ કચરા પેટીઓ આવાસનાં ર૦ બ્લોકને પ્રાયોગિક ધોરણે મ.ન.પા. દ્વારા મુકાવવા માટેનાં ખર્ચની મંજૂરીની દરખાસ્ત છે.

જયારે આજી ડેમ સાઇટનાં પમ્પીંગ સ્ટેશનો મેઇન્ટેનન્શ કોન્ટ્રાકટ આપવા જયુબેલી બાગનાં પાણીનાં ટાંકામાં વોટર પ્રુફીંગ હીટમેન્ટ કરાવવા, સડેલી કચરા પેટીનાં ભંગારની સ્ટોન લાઇન હરરાજી કરાવવા. ત્થા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનોનો મેઇન્ટેનન્શ કોન્ટ્રાકટ આપવા અને મ.ન.પા.નાં કર્મચારીઓને તબીબી સહાય સહિત ૩૪ દરખાસતો અંગે કાલની સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાનાર છે.

(4:32 pm IST)