Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ઇન્દિરા સર્કલ પાસેથી છાત્ર અને બજરંગવાડી પાસેથી યુવતીના મોબાઇલની ઝોંટઃ બે સકંજામાં

છાત્ર કશ્યપ ખાંટ અને યુવતી ભુમી ખખ્ખરની ફરીયાદઃ ગાંધીગ્રામ પોલીસે બેને દબોચ્યાઃ અન્ય બે સાગરીતની શોધ

રાજકોટ તા.૧પ : શહેરના ઇન્દિરા સર્કલ પાસેથી છાત્ર અને બજરંગવાડી પાસેથી એક યુવતીના મોબાઇલની ચીલ ઝડપ કરનાર બે શખ્સોને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામજોધપુર ગામનો વતની હાલ રાજકોટ કે.કે.વી. હોલ પાસે એ.પી.પાર્ક શેરી નં.રમાં રહેતો છાત્ર કશ્યપભાઇ હિતેશભાઇ ખાંટ (ઉ.૧૮) પરમ દિવસે ઇન્દિરા સર્કલ પાસે ઉભો ઉભો મોબાઇલ ફોનમાં વાત કરતો હતો ત્યારે બે શખ્સો બાઇક પર પાછળથી આવી છત્રનો મોબાઇલ ઝૂંટવી નાશી ગયા હતા જયારે બીજા બનાવમાં એજ દિવસે રૈયા રોડ શિવાજી પાર્ક શેરી નં. ૪ માં રહેતી અને જામનગર રોડ બજરંગવાડીમાં આવેલ ચિત્રકુટ કોમ્પ્લેક્ષમાં એક ઓફીસમાં નોકરી કરતી ભૂમી પ્રશાંતભાઇ ખખ્ખર સાંજે ઓફીસેથી ઘરે જવા માટે જામનગર રોડ પર બજરંગવાડી પોલીસ ચોકીની સામે ચાલીને જતી હતી ત્યારે પોતાના મોબાઇલમાં ફોન લગાવતી હતી ત્યારે બે શખ્સો ડબલસવારીમાં બાઇક પર પાછળથી આવી મોબાઇલ ફોન ઝૂંટવી નાશી ગયા હતા બનાવ બનતા પોતે દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા આ બનાવમાં ચીલઝડપકારો ભાગવા જતા તેના બાઇક નંબર જી.જે.૩ કેડી-પ૦૬૬ જોઇ લીધા હતા બાદ યુવતીએ બનાવની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.જી.રાણા સહિતે બે શખ્સોને સકંજામાં લઇ પુછપરછ કરતા અન્ય બે શખ્સોની પણ સંડોવણી ખુલતા બંનેની શોધખોળ હાથધરી છે.ઝડપાયેલા બંને શખ્સોએ ગાંધીગ્રામ, માલવીયાનગર, બી ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તારમાં સાત જેટલી ચીલઝડપ કરી હોવાનું જાણવા મળ્યું છે.

(5:02 pm IST)