Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ભગવતીપરા સ્મશાનના ગેઇટ પાસે ઘોડીપાસાનો જુગાર રમતા સાત પકડાયા

બી ડીવીઝન પોલીસનો દરોડો : રૂ. ૧૧ હજારની રોકડ કબ્જે

રાજકોટ,તા. ૧૫ : ભગવતીપરામાં સ્મશાનના ગેઇટ પાસે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભગવતીપરા સ્મશાન પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. કેતનભાઇ નીકોલા અને કિશનભાઇ સભાડને બાતમી મળતા સ્મશાનના ગેઇટ પાસે દરોડો પાડી ઘાડીપાસાનો જુગાર રમતા ભગવતીપરા નદીના કાંઠા પાસે રહેતો અનવર ઉમરભાઇ પરમાર, ભગવતીપરા બોરીચા સોસાયટીના મુસ્તાક રહીમભાઇ રાઉમા, ભગવતીપરા મેઇન રોડ પરના અબ્દુલ કાદીર ઇબ્રાહીમભાઇ સમા, શાહરૂખ ઇસાકભાઇ સાંધ, ભગવતીપરા આઝાદ ચોકમાં રહેતા અશરફ સીદીકભાઇ ભટ્ટી, અને ભગવતીપરાના વિજય ધીરૂભાઇ મેસરીયાને પકડી લઇ રૂ. ૧૧,૨૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એમ.જાડેજા, એ.એસ.આઇ સલીમભાઇ, હેડ કોન્સ. કેતનભાઇ પ્રકાશભાઇ, લાલજીભાઇ, હેમેન્દ્રભાઇ, દિલીપભાઇ, વિશ્વજીતસિંહ, મીતેષભાઇ, મહેશભાઇ, કિશનભાઇ, ચાપરાજભાઇ તથા દિવ્યરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(3:00 pm IST)