Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરની પ્રથમ શીલાનું સ્થાપન

 બીએપીએસ હિન્દુ મંદિર અબુ ધાબી ખાતે પ્રથમ શીલા સ્થાપન સપ્તાહની ઉજવણી કરાઇ હતી. રાજકોટના સરગમ કલબવાળા ગુણવંતભાઇ ડેલાવાળાના હસ્તે અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર સાઇટ ખાતે પ્રથમ શીલા મુકવામાં આવી હતી. આ સમારોહ પૂ. બ્રહ્મવિહારી સ્વામી, સાધુઓ, ભકતો, સ્વયંસેવકો અને વિશ્વભરના શુભેચ્છકોની હાજરીમાં યોજાયો હતો. ત્યાંના વ્યવસ્થાપક ઇન્ચાર્જ અશોકભાઇ કોટેચાએ સાથે રહી મંદિર નિર્માણની સંપૂર્ણ માહીતી આપી હતી. જે સર્વે આ ફાઉન્ડેશનના પાંચ મીટર ઉંચા પ્લિન્થ પર પ્રથમ કોતરવામાં આવેલ પવિત્ર પથ્થરોને જોવા માટે સહભાગી થયા હતા.

(2:59 pm IST)