Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

શનિવારે રાજકોટમાં પૂ. રમેશભાઇ ઓઝાનું વ્યાખ્યાન

આર.એસ.એસ. માસિક મિલન દ્વારા પ્રબુધ્ધ નાગરીક ગોષ્ઠી-૧૦૦મો મણકોનું આયોજન

રાજકોટઃ તા.૧૫, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માસીક મિલન દ્વારા પ્રબુધ્ધ નાગરિક ગોષ્ઠિ - ૧૦૦મો મણકો 'સજજન શકિતનો કર્તવ્ય બોદ્ધ'- વિષય પર   પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનું પ્રેરક વકતવ્ય  આગામી તા. ર૦  શનિવાર, રાત્રે ૯ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ  (રૈયા રોડ) ખાતે રાખવામાં આવેલ છે.

  સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતનાં  સંઘચાલક શ્રી મુકેશભાઈ મલકાણ રાજકોટના મા.સંઘચાલક શ્રી ડો. જીતેન્દ્રભાઈ અમલાણી માસીક મીલન પ્રબુધ ગોષ્ઠિ કાર્યવાહ શ્રી દીપકભાઈ પટેલ, ડો. એન.ડી.શીલુ, ડો કમલભાઈ ડોડિયા, શ્રી કેતનભાઈ વસા યાદીમાં  જણાવે છે કે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું માસીક મિલન એટલે સંઘની એક નાવિન્ય સભર શાખા રાજકોટ મહાનગર પ્રબુધ્ધ નાગરીક માટે સંઘ સમર્પિત કાર્યકરો દ્રારા ચાલતી માસીક શાખા જાહેર જીવનમાં પડેલા મોટા ભાગના મુલ્યનિષ્ઠ લોકસમુહને દેશ ભકિતના કાર્યમાં જોડવા માટે મહાનગરનાં સંપર્ક વિભાગનાં પ્રમુખ કાર્યકતા ૯ વર્ષ પહેલા પ્રાંત મા.સંઘચાલક  શ્રી મુકેશભાઈ મલ્કાણને મહાનગરનાં   સંઘચાલક શ્રી ડો. જીતેન્દ્ર અમલાણીજીના માર્ગદર્શન મુજબ રાજકોટ શહેરમાં વસતા પ્રબુધ્ધ નાગરીકોની સંખ્યા વધુ છે.  જે સમાજમાં મહત્વનું સ્થાન ધરાવે છે.  પોતાની પ્રતિષ્ઠા, પદ  છે એટલે મોટા જન સમૂહ તેમની વાતો માને છે.  આવા 'ઓપીનયન મેકર' લોકોને તેમની અનુકુળતા પ્રમાણે મહિને એકવાર મળીએ અને દેશભકિત, સંઘ, સનાતન હિંદુ ધર્મ, માતૃભૂમી બાકી વાતો કરીશુ અને અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ સુનીલજી દેશપાંડેની ઉપસ્થિતિમા ચર્ચાને અંતે માસીક મિલનના સ્વરૂપે મહીનાનાં એક દિવસ અનુકુળ દિવસે એક કલાક બધી જ શ્રેણીના પ્રમુખ લોકોને બોલાવી વ્યાખ્યાન માળા શરૂ કરે, વિશેષ માહિતી આપતા જણાવેલ છે.

આ ૯ વર્ષનાં ગાળામાં ૯૯ વ્યાખ્યાનો  યોજાઈ ગયા. જેમાં સ્વામી પરમાત્માનંદજી (આર્ષ વિધા મંદિર), ડો. જયંતીભાઈ ભાડેશીયા, સ્વામી શ્રી વિજ્ઞાનાનંદજી આઈ.આઈ.ટી. ખડકપુર, શ્રી કૌેશિકભાઈ મહેતા, શ્રી મહેશભાઈ જીવાણી, સ્વામી રામકૃષ્ણ ગોસ્વામીજી, ત્યારબાદ ભારતીયચરિત્ર નિર્માણ સંસ્થાની સદભર ગીતા તાયજી, પ્રો. રાકેશસિંહા રાષ્ટ્ર સંત નમ્રમુની મહારાજ, સાંઈરામ દવે  શ્રી મજમુદાર સાહેબ, પૂ. અપૂર્વમુની જેવા મહાનુભાવોએ આ સમુહને અગાઉ માર્ગદર્શન કર્યુ છે. આ જ ક્રમમાં તા. ર૦ શનિવારનાં રોજ 'સજજન શકિતનો કર્તવ્ય બોધ' વિષય પર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું પ્રેરક વ્યાખ્યાન ૧૦૦મો મણકોનો આયોજન કરવામાં આવેલ છે.  આ અંગે વધુ માહિતી માટે કાર્યવાહ દિપકભાઈ પટેલ,  ડો. એન.ડી.શીલુ ૯૮રપર ૮૪૬૩૯, ૯૮રપપ ૦૭૬પ૮ નો સંપર્ક કરવા જણાવાયું છે.

(12:43 pm IST)