Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજકોટ હોસ્ટેલમાં રહી ભણતો ચોટીલાના હીરાસરનો ૧૭ વર્ષનો વિદ્યાર્થી અમિત ગૂમ

૧૦મીએ ગામડેથી પરત રાજકોટ આવ્યા બાદ હોસ્ટેલમાં ગયો જ નહિઃ ભગવતીપરા પુલ નીચેથી ગાયબઃ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યોઃ તસ્વીરમાં દેખાતો અમિત જોવા મળે તો જાણ કરો

રાજકોટ તા. ૧૫: ચોટીલાના હીરાસર ગામે રહેતાં કોળી પરિવારનો ૧૭ વર્ષનો પુત્ર રાજકોટ ભગવતીપરામાં આવેલી હોસ્ટેલમાં રહી ત્યાં જ ધોરણ-૧૨માં અભ્યાસ કરતો હોઇ દિવાળીની રજામાં તે વતન ગયા બાદ    ૧૦/૧૧ના રોજ વેકેશન પુરૂ થતાં ફરીથી રાજકોટ ભગવતીપરાની હોસ્ટેલ ખાતે આવવા  નીકળ્યો હતો. તેની સાથે તેના કાકાનો દિકરો પણ અહિ જ ભણતો હોઇ તે પણ સાથે હતો. બંને ભાઇઓ ગામડેથી રાજકોટ આવ્યાદ બાદ ભગવતીપરામાં હોસ્ટેલ તરફ જવા ૧૦મીએ સવારે પોણા અગિયારેક વાગ્યે પગપાળા રવાના થયા હતાં. પુલ નીચે યદુનંદન કોલ્ડ્રીંકસ પાસે બંને પહોંચ્યા ત્યારે ૧૭ વર્ષનો અમિત તેના કાકાના દિકરાને પોતે લઘુશંકા કરીને આવે છે તેમ કહી પાછળ રહી ગયો હતો. એ પછી તે હોસ્ટેલ પહોંચ્યો જ નહોતો. સતત શોધખોળ કરવા છતાં તેનો પત્તો ન મળતાં અંતે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સગીર ગૂમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તસ્વીરમાં દેખાતો અમિત મશરૂભાઇ નાકીયા (ઉ.વ.૧૭) કોઇને જોવા મળે તો પોલીસને અથવા મો. ૯૫૩૭૫ ૩૩૪૨૯ ઉપર જાણ કરવા જણાવાયું છે. બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા અને ટીમે આઇપીસી ૩૬૩ મુજબ અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગૂમ થનાર અમિત બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને તેના પિતા ખેતી કામ કરે છે.

(12:14 pm IST)